- 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય પ્રધાનોની પ્રચાર સભા
- ગાંધીનગરના કલોલ સાંતેજ માણસા દહેગામમાં સભા
- દેવુસિંહ ચૌહાણે સભાને સંબોધન કર્યું
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ જન આશિર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જુદી જુદી જગ્યાએ યોજાતી જન આશીર્વાદ યાત્રા ગાંધીનગર જિલ્લામાં કલોલ સાંતેજ માણસા અને દહેગામમાં યોજાઇ હતી. કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ (Devu Singh Chauhan) ની ઉપસ્થિતિમાં આ જન યાત્રા યોજવામાં આવી હતી. ઓગસ્ટ મહિનાથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ અંબાજીમાના દર્શન કરી આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જુદી જુદી જગ્યાએ પસાર થયેલી આજની યાત્રા ગાંધીનગર જિલ્લામાં આવી પહોંચી હતી.