ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેબનું ઉદ્ઘાટન કરાયું

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Sciences University) ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી તમામ લેબોરેટરીનું પણ પરીક્ષણ કર્યું હતું. નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની આ ખાસ લેબોરેટરી આવેલી છે. જેમાં ડ્રગ્સની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહ
ગૃહપ્રધાન અમિત શાહ

By

Published : Jul 12, 2021, 6:41 PM IST

Updated : Jul 12, 2021, 8:22 PM IST

  • ગૃહપ્રધાને લેબોરેટરીનું પણ પરીક્ષણ કર્યું
  • દેશના તમામ રાજ્યો માટે ડ્રગ્સ (DRUG)ના સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવશે
  • શાહે કહ્યું, ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમને ઠીક કરવી પડશે
  • નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ (Narcotic Drugs and Psychotropic Substances)લેબોરેટરીનું ઉદ્ઘાટન

ગાંધીનગર : સેન્ટર ઓફ એકસેલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ(Centre of Excellence for Research and Analysis of Narcotic Drugs and Psychotropic Substances) લેબોરેટરી ખાસ એટલા માટે છે કેમ કે, આ લેબોરેટરીમાં દેશના તમામ રાજ્યો માટે ડ્રગ્સના સેમ્પલો કે જે પોલીસ અધિકારી અથવા તો નાર્કોટિક્સ બ્યુરો દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ ખાસ લેબોરેટરીનું ઉદ્ઘાટન ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગનો પ્રકાર, માત્રા તેમજ ઓરિજિન ઓન ધ સ્પોટ જાણી શકાશે

પોલીસ દ્વારા તેમજ NCB દ્વારા અવારનવાર ડ્રગનો જથ્થો તેમજ પેડલર પકડવામાં આવે છે. જોકે કેટલાંક કિસ્સામાં પેડલર કાયદાને હાથ તાળી આપીને છુટી પણ જતા હશે. હવે આ લેબોરેટરીના રીસર્ચ થકીએ તે શક્ય નહીં બને. લેબોરેટરીમાં સબસ્ટેન્સ જાણી શકાશે. તૈયાર કરેલી કિટનો ઉપયોગ કરવાથી 0.10 ટકા પણ ડ્રગ્સ જે તે વસ્તુમાં હશે તો પણ સરળતાથી ખબર પડશે.

હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી : અમિત શાહ

રથયાત્રાના દિવસે જ આ લેબનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, બીજી વાર સરકાર બની ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ સેન્ટર ગુજરાતમાં જ બનાવવામાં આવે, ત્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નહોતી, પરંતુ યુનિવર્સિટીના કામને જોતા અહીં સેન્ટર બનાવવાનો નિર્યણ લીધો હતો. મારા માટે હર્ષનો વિષય છે, જ્યારે એ સમયે ગુજરાત સાયન્સ યુનિવર્સિટી બની ત્યારે હું ગુજરાતનો ગૃહપ્રધાન હતો અત્યારે દેશનો છું અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે. હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી. લોકોને આ પ્રકારે પણ સજા અપાવી શકાય છે.

NFSUનું સેન્ટર બનાવવા માટે 7 રાજ્યોએ પોતાનો ઇરાદો જાહેર કર્યો

નવી શિક્ષા નીતિ બની છે ત્યારે NFSUને તેનો મોટો ફાયદો થશે. દેશના 7 રાજ્યોએ પોતાનો ઇરાદો સેન્ટર જાહેર કર્યો છે. ત્યાં પણ સેન્ટર આ યુનિવર્સિટીના બનશે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવા માટે સાયબર વોર, સાયબર ક્રાઇમ સામે લડાઇ મહત્વની છે. ભારત માટે સાયબર સુરક્ષા જરૂરી છે, જે 5 મિલિયન ઇકોનોમિના લક્ષ્ય માટે જરૂરી છે. 21મી સદીમાં ઘણી ચેલેન્જ છે, જેના માટે ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમને ઠીક કરવું પડશે. આ દરેક રાજ્યમાં ખોલવામાં આવે અને એક્સપર્ટ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે તે હવે વાર નહીં લાગે.

8થી 10 મહિનામાં લેબ તૈયાર કરવામાં આવી, આવું એક પણ સેન્ટર ભારતમાં નહોતું

NFSUના વી.સી. ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું કે, એવું એક પણ સેન્ટર ભારતમાં નહોતું, કદાચ દુનિયામાં જ ક્યાંક આ પ્રકારે રિસર્ચ કરવા માટે લેબોરેટરી હશે. કેન્દ્ર સરકારે ઇનિસીએટીવ લીધું, આ ડ્રગ ક્યાંથી આવે છે તેના પર વોચ રખાશે. ઉપરાંત તેના માટે ઉપયોગ કયા કેમિકલ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે તેના પર રોક લગાવવામાં આવ, આ પહેલા અમુક પ્રકારના કેમિકલ પર પ્રતિબંધ નહોતું લાવી શકાતું કેમ કે, ઇન્ડસ્ટ્રીમાં પણ આ પ્રકારના કેમિકલ ઉપયોગ થાય છે. જેમાં વચ્ચેનો રસ્તો કાઢી આ પ્રકારે રિસર્ચ લેબ બનાવવામાં આવી. એક વર્ષ પહેલાં કહેવામાં આવ્યું અને અમે 8થી 10 મહિનામાં લેબ તૈયાર કરવામાં આવી.

આ પણ વાંચો :HM Amit Shah એ કર્યું ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ, કરી રહ્યાં છે અનેક યોજનાઓનો શુભારંભ

આ પણ વાંચો :વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ, જાણો વરસાદ જાણવાની અનોખી પરંપરા....

Last Updated : Jul 12, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details