અંજલી રૂપાણી ચૂંટણીમાં અમારૂ કેમ્પેઇન કરે: શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ
મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીના દિવસે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે રામધૂન બોલાવી ધરણા કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિરથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ યાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે યુવા બેરોજગાર સમિતિના સભ્યોને ડિટેઈન કરી લીધા હતા.
અંજલી રૂપાણી ચૂંટણીમાં અમારૂ કેમ્પેઇન કરે: શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ
ગાંધીનગર: સરકારી પરીક્ષાઓ લેવાઇ ગઇ હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં ન આવતા શિક્ષિત યુવા રોજગાર સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે પણ દિનેશ બામણીયાની આગેવાનીમાં મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પહેલા સમિતિના સભ્યોએ રાષ્ટ્રગાન કરી રામધૂન બોલાવી હતી.