ગુજરાત

gujarat

ETV Bharat / city

Unemployed Kite Festival: જાહેર પરીક્ષાના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ - protest against public examination

14મી જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા (Jadeja will make unique protest) જાહેર પરીક્ષાના વિરોધમાં (protest against public examination) બેરોજગાર યુવાનોને સાથે રાખીને પતંગ ઉપર બેરોજગાર પતંગ મહોત્સવના સ્લોગન લખીને પતંગ ચગાવવાની ઉજવણી (Unemployed Kite Festival) કરવામાં આવશે.

બેરોજગાર પતંગ મહોત્સવ : જાહેર પરીક્ષના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ
બેરોજગાર પતંગ મહોત્સવ : જાહેર પરીક્ષના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ

By

Published : Jan 13, 2022, 4:23 PM IST

Updated : Jan 13, 2022, 5:49 PM IST

ગાંધીનગર :આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાદ્વારા (Jadeja will make unique protest) છેલ્લા 2 મહિનાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર અને ઊર્જા વિભાગના જાહેર પરીક્ષામાં કૌભાંડ (protest against public examination) થયા હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવે છે, ત્યારે 14 જાન્યુઆરીએ યુવરાજસિંહ જાડેજા સહિત તેમના સમર્થકો દ્વારા બેરોજગાર પતંગ મહોત્સવની ઉજવણી (Unemployed Kite Festival) કરવામાં આવશે.

બેરોજગાર પતંગ મહોત્સવ : જાહેર પરીક્ષના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ

પતંગ પર લખવામાં આવશે સ્લોગન

14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે બેરોજગાર યુવાનોને સાથે રાખીને પતંગ ઉપર બેરોજગાર પતંગ મહોત્સવના સ્લોગન લખીને પતંગ ચગાવવાની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આવનારા 8 દિવસમાં અલગ અલગ કાર્યક્રમો યોજીને જે રીતે સરકારની સરકારી પરીક્ષાઓના પેપરો લીક થાય છે અને કૌભાંડ આચરવામાં આવે છે તેનો અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો:

શિક્ષિત બેરોજગાર સમિતિ પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું કહીને ફસકી ગઇ

PM મોદીને લખવામાં આવશે પત્ર

યુવરાજસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના અગાઉના દિવસે જ પેપર ફૂટવાની જે રીતો સામે આવી રહી છે તેને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખવામાં આવશે કે તમારા ગુજરાતમાં શું થઈ રહ્યું છે અને ગુજરાતના યુવાધનને અત્યારે બેરોજગાર થઇ રહ્યા છે અને અમુક જે લોકોની ઓળખાણ હોય તેવા લોકો સીધા નોકરીએ લાગી રહ્યા હોવાના આક્ષેપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પણ ફરિયાદ કરવામાં આવશે.

આ પણ વાંચો:

શિક્ષિત બેરોજગારના હિત માટે શિક્ષિત બેરોજગાર સમિતિએ પંચમહાલના પૂર્વ સાંસદ સાથે મુલાકાત કરી

Last Updated : Jan 13, 2022, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details