ગુજરાત

gujarat

ETV Bharat / city

બેરોજગાર સરકારી ઉમેદવારના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે આપી સમયની "ખો" - Umemployment

ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે સરકારી પરીક્ષાઓ અને સરકારી પરીક્ષાના પરિણામો અટવાઈ ગયાં છે જેના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર પરીક્ષાના પરિણામ જાહેર કરે અને પરિણામ જાહેર થયા બાદ તાત્કાલિક ઉમેદવારોને નિમણૂકપત્ર આપે તેવી માગ સાથે આજે આંદોલનકારીઓના આગેવાન દિનેશ બાંભણિયા સહિત પાંચ આગેવાનોએ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક યોજી હતી.

બેરોજગાર સરકારી ઉમેદવારના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે આપી સમયની "ખો"
બેરોજગાર સરકારી ઉમેદવારના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે આપી સમયની "ખો"

By

Published : Jul 10, 2020, 11:19 PM IST

ગાંધીનગર : આશરે એક કલાક ચાલેલી સરકાર અને આંદોલનકારીઓની બેઠકમાં સરકાર દ્વારા હજુ સુધી કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે આંદોલનકારી આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પડતર માગણીઓને લઇને રાજ્ય સરકાર સાથે આજે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી છે જ્યારે સરકારે આ તમામ નિર્ણયો કરવા બાબતે હજુ સમયની માગ કરી છે જ્યારે આ તમામ મુદ્દા અને હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ જ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે તેવું નિવેદન દિનેશ બાંભણિયાએ આપ્યું હતું.

બેરોજગાર સરકારી ઉમેદવારના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે આપી સમયની "ખો"
જ્યારે બિનસચિવાલય પરીક્ષાના આંદોલનકારી યુવરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર સાથેની આજની બેઠકમાં જેટલી પણ પરીક્ષાના પરિણામો બાકી છે તે તથા જે પણ પરીક્ષા રદ કરવામાં આવી છે તે તમામનું સંપૂર્ણ લિસ્ટ સરકારને આપવામાં આવ્યું છે. આ બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ એ નિર્ણય કરે તેવી માગ કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારે સમયની માગ કરી છે. જ્યારે ગણતરીના સમય પ્રમાણે જ સરકાર નિર્ણય કરે પરંતુ જો સરકાર સમય મર્યાદા બહાર નિર્ણય કરશે તો આંદોલન યથાવત્ રહેશે.
બેરોજગાર સરકારી ઉમેદવારના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે આપી સમયની "ખો"
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર પરીક્ષા મુદ્દે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારે હવે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુ સમય આપવાની વાત આંદોલનકારીઓ સમક્ષ કરી છે. ત્યારે સરકારે સમયના નામે આંદોલનકારીઓને ખો આપ્યો હોય તેવી પણ ચર્ચા આંદોલનકારીઓમાં ચાલી હતી. જ્યારે આંદોલનના આગેવાનો બની ચૂકેલા અને રાજ્ય સરકાર સાથે બેઠક યોજનાર આગેવાનો પણ રાજ્ય સરકારના જ હોવાની વાત પણ બીજી તરફ વહેતી થઈ હતી. ત્યારે હવે રાજ્યની પરીક્ષાઓ અને તેના પરિણામ બાબતે સરકાર કેવો નિર્ણય કરશે તે આગામી સમયમાં જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details