- GNLU થી રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ વેસ્ટ ઝોન સ્પર્ધાની શરૂઆત કરાવી
- ગોવા, મહારાષ્ટ્ર, એમ.પી. ગુજરાત, રાજસ્થાનનાં વિદ્યાર્થીઓ લેશે ભાગ
- 38 વિદ્યાર્થીઓ દેશમાંથી સિલેક્ટ થઈ ચાઇના જશે
ગાંધીનગર : આગામી 10 વર્ષમાં ભારતનું વિઝન છે કે, Skill India ને આગળ લઈ જવી. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ Skill India competition 2021 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી સ્કીલ ધરાવતા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. વેસ્ટ ઝોનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના ચાર રાઉન્ડ અત્યાર સુધી પૂર્ણ થઈ ચૂકયા છે તેમજ આગામી સમયમાં 22 થી 27 નવેમ્બર વચ્ચે બેંગ્લોરમાં ફાઇનલ રાઉન્ડ યોજાશે(final round will be held in Bangalore). જેમાં નેશનલ લેવલ માટે વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે. જે પહેલા ત્રણ દિવસ સુધી જુદા જુદા સેન્ટર પર 29 ઓકટોબરથી 1 નવેમ્બર સુધી સ્પર્ધા યોજવામાં આવશે.
38 વિદ્યાર્થીઓ દેશમાંથી સિલેક્ટ થઈ ચાઇના જશે
ભારતમાં Skill India competition 2021 નું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વર્લ્ડ લેવલની સ્પર્ધા ચાઇનાં ખાતે 2022 માં યોજાશે અને વિવિધ દેશોનાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં નેશનલ લેવલે સિલેક્ટ થયેલાં વિદ્યાર્થીઓ દેશને રીપ્રેઝેન્ટ કરશે. દરેક સ્કીલમાંથી એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવશે. જેમાં 38 વિદ્યાર્થીઓ દેશમાંથી સિલેક્ટ થઈ ચાઇના જશે. જો કે એ પહેલા 10 મહિના સુધી આ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.
સૌથી નાની વયનાં રેવાંતે પણ ભાગ લીધો
મહારાષ્ટ્રનાં સૌથી નાના 12 વર્ષના રેવાંત મહેરાએ કહ્યું હતું કે, ''હું વેબ ટેકનોલોજી પર કામ કરું છું. સ્કીલ ઇન્ડીયા સ્પર્ધામાં ભાગ લઈ ચાઇનામાં પહોંચીને મોદીના સપનાને સાકર કરવું છે.'' મહારાષ્ટ્રના સ્પર્ધક દિશા સોનવનીએ 'બ્યુટી સ્પર્ધા'માં ભાગ લીધો છે, ગોવાનાં સ્પર્ધક દાનીસે જણાવ્યું કે, ''જિલ્લા, સ્ટેટ લેવલ ક્લિયર કર્યા બાદ અહીં પહોંચ્યા છીએ, ટુરીઝમને અમે રીપ્રેઝન્ટ કરીએ છીએ. આગામી સમયમાં આ ક્ષેત્રે અમને આગળ વધવાનો મોકો મળી રહેશે.''