ગાંધીનગરગુજરાતમાં વરસાદ બાદ અનેક રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી નવા બની રહેલા રસ્તાઓની પરિસ્થિતિ પણ એવી જ છે. સરકારે જણાવેલા સમય પણ હવે તો વિધિ ચૂક્યો છે તેમ છતાં પણ રસ્તા હજુ બન્યા નથી. આજે કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ ભાવનગર સોમનાથ હાઇવેની (Somnath Bhavnagar Highway) ખરાબ પરિસ્થિતિ (Bhavnagar Somnath highway Bad condition) બાબતે ભૂતકાળમાં અનેક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિર્ણય ન થતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિસે (Una Congress Mla file complaint ) આવ્યા હતા. તેમણે કહ્યું કે જો સાત દિવસમાં ઓથોરિટી દ્વારા કોઈપણ લેખિતમાં સત્તાવાર જવાબ આપવા નહીં આવે તો મંગળવારથી ઓફિસની બહાર જ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.
અનેક વખત આ હાઇવે તાત્કાલિક ધોરણે રીપેર થાય અને નવો માર્ગ બને તે લેખિત ફરિયાદો કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાથી ધારાસભ્ય પુંજા વંશે NHAIની ઓફિસે જઈને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બિસ્માર હાલમાં અનેક રસ્તાઓ5 વર્ષ વિત્યા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થવાથી કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે (Una Congress MLA ) જણાવ્યું હતું કે, ભાવનગર સોમનાથનો હાઇવે જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (National Highway Authority of India ) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાંચ વર્ષમાં તે પૂર્ણ થવાનો હતો, પરંતુ તે પાંચ વર્ષનો સમયગાળો પણ હવે વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અનેક જગ્યાએ વાહનો ચાલે તેવી પરિસ્થિતિમાં રસ્તોનથી.
NHAIને અનેક વખત લેખિત ફરિયાદ જ્યારે અગાઉ પણ અનેક વખત આ હાઇવે તાત્કાલિક ધોરણે રીપેર થાય અને નવો માર્ગ બને તે માટે અનેક વખત લેખિતમાં ફરિયાદ (Written Complaint NHAI) પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ નથી ઉત્તર મળ્યો નથી. હવે જો આગામી દિવસોમાં જવાબ નહીં મળે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિસ બહાર જ ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
દિલ્હી હાઇકોર્ટે નિર્ણય NHAIના ગુજરાત બ્રાન્ચના ટેક્નિકલ જનરલ મેનેજર (Technical General Manager Gujarat NHAI Branch) સુજીત કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી ભાવનગર સોમનાથ હાઇવે પર અનેક સમસ્યાઓ આવી રહી હતી. કોન્ટ્રાક્ટર દિલ્હી હાઇકોર્ટમાં પણ ગયા હતા. જેના કારણે આ રસ્તા પર અનેક સમસ્યાઓ આવી છે, પરંતુ 16 ઓગસ્ટના રોજ દિલ્હી હાઇકોર્ટે નિર્ણય (Delhi High Court decision in August) આપ્યો છે. હવે બીજા કોન્ટ્રાક્ટર પાસેથી આ કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હી હેડ ઓફિસથી (NHAI Delhi Head Office) પણ બે અધિકારીઓને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે.
NHAI પાસે પોતાનો કોઈ સ્ટાફ નથી તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંડરમાં આવતા તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બરાબર થઈ જાય તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે પોતાનો કોઈ સ્ટાફ નથી. આ હાઈવે સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટ પર બનાવવામાં આવે છે.
આઠ વર્ષથી આ હાઇવેની કામગીરી ચાલુહિંમતનગર હાઇવે માર્ચ 2023 સુધીમાં તૈયાર થશે. અમદાવાદથી અંબાજી જવા માટે પાલનપુર અથવા તો હિંમતનગર થઈને જવું પડે છે, ત્યારે હિંમતનગર હાઇવેની પરિસ્થિતિ (Himmatnagar Highway situation) પણ ખરાબ છે. લોકો હેરાનગતિનો સામનો કરીને આ હાઇવે પરથી પસાર થવાનો વારો આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી આ હાઇવેની કામગીરી ચાલુ છે.
15 જેટલા સ્ટેજનું કામ પૂર્ણઆ બાબતો પર NHAIના ગુજરાત બ્રાન્ચના ટેક્નિકલ જનરલ મેનેજર સુજીત કુમારે જણાવ્યું હતું હું કોન્ટ્રાક્ટરને નાણાકીય વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે આ પ્રોજેક્ટ અટકાવ્યો હતો, પરંતુ અમે સબ કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરી છે. કામ હવે આગળ વધી રહ્યું છે. જ્યારે 15 જેટલા સ્ટેજનું કામ પૂર્ણ થયું છે. માર્ચ 2023 સુધીમાં એક સ્ટેજનું કામ બાકી રહેશે. ત્યાં સુધી ગાંધીનગર હિંમતનગર હાઇવે પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.