- નિર્માણના કામોની મંજૂરી નાયબ મુખ્યપ્રધાને આપી
- 2 કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન
- મુખ્ય બ્રિજ 100 મીટર તથા 1200 મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે
ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-2 અને ચ-3 જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ માટે તૈયાર કરાશે.
આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે રૂપિયા 101 કરોડના ખર્ચે કેનાલનું કરાશે નિર્માણ
શહેરની ટ્રાફીક સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈંધણની પણ બચત થશે
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે (Deputy Chief Minister Nitinbhai Patel) બજેટમાં જાહેરાત કરી હતી આ બંન્ને કામોને આજે મંજૂરી આપવામા આવી છે. વધુમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે કહ્યુ કે, આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી.ગાંધીનગર શહેરની ગ્રીન સીટી (Green City) તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-2 અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડિઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે.
બન્ને અંડરપાસ 450 મીટર લંબાઇના બનશે
આ કામો ટુક સમયમા શરૂ કરાશે. જે અંગે વાત કરતા તેમણે ઉમેર્યુ કે, રૂપિયા 72.80 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ બન્ને અંડરપાસ 450 મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રિજ 100 મીટર તથા 1200 મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત 2 કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા (Traffic problem) હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે.
આ પણ વાંચો:દેશમાં પ્રસરી રહેલું હાઈવેનું નેટવર્ક, રોજ થઈ રહ્યું છે 30 કિ.મી. રસ્તાઓનું નિર્માણ