- પોલીસે અપહરણ થયેલા 2 મહિનાના બાળકને શોધી કાઢ્યું
- આ પહેલા બાળકનું સિવિલથી અપહરણ થયું હતું
- બીજીવાર ઝુંડાલ ગામેથી બાળકનું અપહરણ થયું
- બન્ને અપહરણ કરનાર અલગ અલગ શખ્સો
ગાંધીનગર: ઝુંડાલથી અડાલજ તરફના રોડ ઉપર પોતાના 2 માસના બાળકને લઇ તેની માતા કાગળ વીણવાની મજૂરી કરતી હોવાથી તે સાયકલ લઈને કામ અર્થે ગઈ હતી. આ દરમિયાન, પોતાના બાળકને સાયકલની પાછળના ઝુલામાં મુકી નજીક ખાડામાં કાગળ વીણવા જતા કોઇ અજાણ્યા શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું. જે અંગે, અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અડાલજ પાસે બે મહિનાને 8 દિવસના બાળકનું થયું અપહરણ
કોઈ ઓળખ ન મળતા પોલીસે 550 જેટલા CCTV ચેક કર્યા
ગાંધીનગર રેન્જ IGP અભય ચુડાસમા, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળક અપહરણ કરનાર આરોપીઓને શોધી કાઢવા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ LCB, SOGના પોલીસ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સતત 4 દિવસ સુધી દિવસ રાત અડાલજ વિસ્તારના, હાઇ-વે ઉપર આવતા ટોલટેક્ષ, ઉવારસદ, સરગાસણ અને ગાંધીનગર ટાઉન વિસ્તાર, આસપાસના ગામો તથા હાઇવે રોડ ઉપરના આશરે 550 જેટલા CCTV ફુટેજ ચેક કર્યા હતા.