- રાજયકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ થયા કોરોના સંક્રમિત
- 2 દિવસ પહેલા બાબુ પટેલ થયા સંક્રમિત
- માસ્ક ન પહેર્યુ હોય તો વિધાનસભા અધ્યક્ષ આપે છે ઠપકો
ગાંધીનગર : રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના સંક્રમિત વધી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થયું છે. આજદિન સુધીમાં કુલ 2 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે, એક રાજ્યકક્ષાના પ્રધાન પટેલ અને બીજા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થતા હવે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા માસ્ક પહેર્યા વગરના ધારાસભ્યોને ટકોર કરવાની શરૂઆત કરી છે.
આ પણ વાંચો -વિધાનસભા ગૃહમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા
રાજયકક્ષાના પ્રધાન કોરોના પોઝિટિવ
સોમવારના રોજ વિધાનસભામાં ચર્ચા થઈ રહી હતી કે, રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવતા તેમને વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા ન હતા. તેમની ગેરહાજરીમાં જ આ વાત વહેતી થઈ હતી અને સત્તાવાર રીતે રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે અગાઉ બે દિવસ પહેલા ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.