ગુજરાત

gujarat

ETV Bharat / city

કલોલમાં ગાર્ડન સિટીના મકાનમાં બ્લાસ્ટના મામલે ONGCના બે તત્કાલીન અધિકારીઓની ધરપકડ - કલોલમાં ગાર્ડન સિટીના મકાનમાં બ્લાસ્ટના મામલે ONGCના બે તત્કાલીન અધિકારીઓની ધરપકડ

કલોલના સઇજ ગામના મકાનમાં ડિસેમ્બર 2020માં ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં જવાબદાર ઓએનજીસીના બે રિટાયર્ડ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જો કે બિલ્ડર સહિત કુલ 6 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં સર્વપ્રથમ બે આરોપીની ધરપકડ કરાઈ હતી.

કલોલમાં ગાર્ડન સિટીના મકાનમાં બ્લાસ્ટના મામલે ONGCના બે તત્કાલીન અધિકારીઓની ધરપકડ
કલોલમાં ગાર્ડન સિટીના મકાનમાં બ્લાસ્ટના મામલે ONGCના બે તત્કાલીન અધિકારીઓની ધરપકડ

By

Published : Sep 3, 2021, 3:00 PM IST

  • ONGCના બે જવાબદાર અધિકારીઓની ધરપકડ
  • અધિકારીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરાઈ
  • 6 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

ગાંધીનગર: ગાર્ડન સિટી સોસાયટીના મકાન નંબર 158, 159માં 8 મહિના પહેલા 3 લોકોના મૃત્યુ નિપજયા હતા તેમજ આજુબાજુના મકાનોમાં લોકોને ઈજાઓ થઈ હતી. આ બ્લાસ્ટનું કારણ જમીન નીચેથી ONGCની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવાનું પુરવાર થયું છે. જેથી LCBને આ કેસની તપાસ સોંપાતા તત્કાલિક પોલીસે ONGCના પૂર્વ અધિકારી દીપકભાઈ ગજેન્દ્રનારાયણ નારોલીયા રહે મોટેરા, અમદાવાદ અને પૂર્વ હેડ ડ્રાફ્ટમેન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ રહે, રાયસણની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સાબિત થતા આ બે આરોપીની ધરપકડ

ગાર્ડન સિટીના રહેણાક મકાનમાં તપાસ દરમિયાન ઓએનજીસીની ઓઇલ પાઇપલાઇન મળી આવી હતી અને ત્યાં ઓઇલનો જથ્થો પણ મળ્યો હતો. જેથી પરીક્ષણ કરતા પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલ હોવાથી આ બ્લાસ્ટ થયો હોવાનું પોલીસ તપાસમાં સાબિત થયું છે. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસે બંને આરોપીઓને સાથે એનઓસી માંગનાર બિલ્ડર સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં સર્વપ્રથમ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટમાં રજૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરાઈ

ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ પણ શરૂ કરાઈ છે. આરોપીએ કોના કહેવાથી એનઓસી આપી હતી જેમાં કોઇ નાણાંકીય વ્યવહાર અન્ય કોઈ સાથે કર્યો હતો જેમાં મામલે પોલીસે તપાસ કરી છે અન્ય આરોપીઓ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details