ગાંધીનગરવિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી બાદ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે, ત્યારે તે પહેલા 14મી વિધાનસભાનો અંતિમ ચોમાસુ સત્રની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 2022ના સપ્ટેમ્બરમાં (September Session Gujarat Assembly 2022) મળી શકે તેમ છે.
2 દિવસનું વિધાનસભા સત્રવિધાનસભાના નિયમો મુજબ 6 મહિનાની અંદર વિધાનસભાનું સત્ર મળવું જરૂરી હોય છે, ત્યારે બજેટ સત્ર પૂર્ણ થયા બાદ 2022 સપ્ટેમ્બર માસમાં બે દિવસનું બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા 14મી વિધાનસભાનું આ અંતિમ અને છેલ્લું ચોમાસુ સત્ર યોજાશે. ત્યારબાદ દિવાળી પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ થશે, જ્યારે આ બે દિવસે વિધાનસભા સત્રમાં બે સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.
માર્ચમાં નવી સરકારનું બજેટ સત્રનવેમ્બર અથવા ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે (Gujarat assembly elections November December) અને ડિસેમ્બરના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં નવી સરકારની રચના પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ માર્ચ મહિનામાં નવી સરકારનું ગુજરાત વિધાનસભામાં 15મી વિધાનસભાનું સત્રનો પ્રારંભ (15th Session of Gujarat Assembly begins) થશે અને નવી સરકાર માર્ચ મહિનામાં નવા બજેટનો પ્રારંભ (Budget Session of the New government 2023) કરાવશે.
14મી વિધાનસભામાં પક્ષવાર ધારાસભ્યો 14મી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો ભાજપ પક્ષના 111 ધારાસભ્યો, કોંગ્રેસના 64 અને NCP 1, BTP 2 અને અપક્ષ તરીકે 1 ધારાસભ્ય તરીકે 179 ધારાસભ્ય તરીકે હાજરી આપી છે. જ્યારે 14મી વિધાનસભા દરમિયાન ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ અને કોંગ્રેસના ડોકટર અનિલ જોશીયારાનું નિધન થયું હતું. જ્યારે 14મી વિધાનસભા મળી ત્યારે વર્ષ 2018ની પ્રથમ બેઠકમાં ભાજપના 99 ધારાસભ્યો, કોંગ્રેસના 77 ધારાસભ્યો અપક્ષ 1, બિટીપી 2 અને NCPના 2 ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા. જ્યારે પક્ષ વાર વાત કરીએ તો ભાજપમાં 10 અને કોંગ્રેસમાં 3 મહિલા ધારાસભ્યો છે.
આ પણ વાંચોવિધાનસભા ચૂંટણી પહેલા નારાજ કર્મચારીઓને મનાવવા સરકારે કમિટીની રચના કરી, એક બેઠક પૂર્ણ
રાજેન્દ્ર ત્રિવેદીએ લીધા સૌથી વધુ રાજીનામાં14મી વિધાનસભાની વાત કરવામાં આવે તો આજ સુધીમાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ (Chairman with most MLAs resigning) તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામે આવે છે. આમ 14 વિધાનસભામાં કુલ 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણી કારણે રાજીનામાં પડ્યા હતા. આ તમામ રાજીનામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યા હતા. જ્યારે અગાઉ રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે 16 જેટલા ધારાસભ્યના રાજીનામા સ્વીકાર્યા હતા.
સાર્જન્ટને ડ્રેસ આપ્યોગુજરાત વિધાનસભાના સાર્જન્ટ (Gujarat Assembly Sergeant) અને કોઈપણ પ્રકારનો ડ્રેસ હતો નહીં. ફક્ત સફારી પહેરીને જ તેઓ ફરજ બજાવતા હતા. 14મી વિધાનસભામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાર્જન્ટના ડ્રેસ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો. તમામ સાર્જન્ટ જે વિધાનસભા ગૃહની અંદર અને બહાર ફરજ બજાવે છે તેઓને શુટબુટમાં ફરજ બજાવવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.
પેપર લેસ બજેટ રજૂ કરવાની પ્રણાલીગત વર્ષે કેન્દ્ર સરકારે શું કર્યું હતું તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર એટલે કે વિજય રૂપાણી સરકારમાં નાણા પ્રધાન નીતિન પટેલે પણ પેપર દેશ પછી તો શું કરવાની પ્રણાલિકા શરૂ કરાઇ હતી.આ સાથે જ ગુજરાત રાજ્યના નાણા વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં આ બજેટ સામાન્ય લોકો પણ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ નિહાળી શકે. આ સાથે જ ગમે ત્યારે બજેટને જોઈ શકે. તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યારે આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
મહત્વના બિલો કરાયા રજૂગુજરાત વિધાનસભા ગૃહમાં 14મી વિધાનસભા દરમિયાન કૌશલ યુનિવર્સિટી શિક્ષણ બિલ, GST સુધારા બિલ, ભારતીય ભાગીદારી સુધારા, લેન્ડ ગ્રેબીગ એક્ટ, ગુંડા એક્ટ, લવ જેહાદ બિલ, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ બિલ, અશાંત ધારા સુધારો બિલ સાથે અનેક સુધારા વધારા ના બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સવારના 4 વાગ્યા સુધી ચાલી હતી વિધાનસભા વર્ષ 2019માં લોકસભાની ઇલેક્શન હોવાના કારણે અત્યાર સુધી તમે ધ્યાનમાં લઈને સાત દિવસનો જ વિધાનસભા બજેટ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી. કેન્દ્રમાં ભાજપ સરકાર ફરીથી આવતાં જુલાઈ મહિનામાં ફરીથી ગુજરાતનું બજેટ 17 યોજાયું હતું. જેમાં બજેટના અંતિમ દિવસે સવારે 10 વાગે શરૂ થયેલ વિધાનસભાનું કામકાજ 4:00 કે પૂર્ણ થયું હતું. જેમાં ત્રણ બિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર દેશમાં સૌથી મોડે સુધી ગુજરાત વિધાનસભાનું કામકાજ ચાલુ હોવાનો રેકોર્ડ નોંધાયો છે.
આ પણ વાંચોભાજપને કોનો ડર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ત્રણ સ્તરનો સર્વેક્ષણ શરૂ કરાવ્યો
14મી વિધાનસભામાં મુખ્યપ્રધાન બદલાયા14મી વિધાનસભાના શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ ગુરુ મહારાજ હતા. જ્યારે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને વિરોધ પક્ષ તરીકે પરેશ ધાનાણી હતા, પરંતુ 11 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું. સમગ્ર કેબિનેટના તમામ પ્રધાનો અને નો રિપીટ થિયરી (No repeat theory in Gujarat Government) હેઠળ રીપીટ કરવામાં આવ્યા ન હતા અને નવી ભુપેન્દ્ર પટેલની સરકાર બની હતી. જેમાં ગૃહના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય અને વિરોધ પક્ષમાં સુખરામ રાઠવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
નવી બિલ્ડીંગમાં મળી 14મી વિધાનસભા 14મી વિધાનસભા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભાનું રીનોવેશનનું કામકાજ (Renovation work of Gujarat Assembly) શરૂ થયું હતું. ચૌદમી વિધાનસભા મળવાની થઈ તેના અમુક દિવસો પહેલાં જ વિધાનસભાનો રિનોવેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલી AC સિસ્ટમ સાથે તરીકે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે. 120 કરોડના ખર્ચે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે.