- રાજ્યમાં અનેક એસોસિએશન દ્વારા ટેક્સમાફીની કરાઈ માગ
- ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ CM Rupaniને કરી રજૂઆત
- રાજ્યમાં ટ્યૂશન અને ટૂર બિઝનેસ છેલ્લા 15 મહિનાથી બંધ
ગાંધીનગર : કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં અનેક રોજગાર-ધંધા સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) દરમિયાન રાજ્ય સરકારે પણ આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું. જ્યારે આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ અસર મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટ સંચાલકોને થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટના પ્રોપર્ટી ટેક્સ (Property Tax) માફ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ રહેલા ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) અને ટૂર ઓપરેટર્સ (Tour Operators) એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) ને મળીને ટેક્સ માફી માટેની માગ કરી હતી.
ટ્યૂશન કલાસ માટે સરકાર ટેક્સમાંથી મુક્તિ આપે
રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Education Minister Bhupendrasinh Chudasama) ની મુલાકત દરમિયાન આગેવાન અશ્વિન પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી જ્યારથી શરૂ થઈ, ત્યારથી રાજ્ય સરકારના હુકમ પ્રમાણે રાજ્યના તમામ ખાનગી ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) બંધ છે. જ્યારે હજુ સુધી પણ એક પણ ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા નથી. ત્યારે છેલ્લા 15 મહિનાથી બંધ રહેલા ટ્યૂશન ક્લાસિસનો પ્રોપર્ટી ટેક્સ અને લાઈટ બિલના ફિક્સ ચાર્જમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપવી જોઇએ.