ગુજરાત

gujarat

ETV Bharat / city

માલધારી સમાજના ઉમેદવારોની અનામત માગ ખોટી છે: આદિવાસી સમાજ - અનુસૂચિત જનજાતિ

ગાંધીનગર: રાજ્યમાં અનામતનું ભૂત છેલ્લા કેટલાક વર્ષોથી જોરદાર રીતે ધુણી રહ્યું છે. અનામતનો લાભ લઇને સરકારી નોકરીઓ મેળવવા એક પ્રકારનો કારસ્તાન હોય તેવું જોવા મળી રહ્યું છે. ગીર, બરડા અને આલોચના જંગલના વિસ્તારોમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના ઉમેદવારોને પોલીસ ભરતીમાં અન્યાય થઈ રહ્યો હોય છે, તેની માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસીયાએ કહ્યું કે, આંદોલન કરનારાની માગ તદ્દન ખોટી છે.

ETV BHARAT
માલધારી સમાજના ઉમેદવારોની અનામત માગ ખોટી છે

By

Published : Dec 24, 2019, 4:14 PM IST

આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી એસ.ટી જ્ઞાતિને બચાવવા માટે તથા તેમને મળતો અનામતનો લાભ અન્ય લોકોને ન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના ઉમેદવારો દ્વારા પોલીસ ભરતીમાં અન્યાય થયો હોવાની માગને લઈને રાજ્યમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને મંગળવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી.

આ બેઠકમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવનારી માગણીને ખોટી ઠેરવવામાં આવી હતી. આઉપરાંત આ બાબતની રજૂઆત સરકારમાં કરવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.

માલધારી સમાજના ઉમેદવારોની અનામત માગ ખોટી છે

ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસીયાએ કહ્યું કે, ગીર, બરડા અને આલોચના જંગલના નેશ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણના 480 કુટુંબોને 1955ની એ.એસટી આયોગની ભલામણને આધારે 1956ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી અનુસૂચિત જનજાતિના ગણવામાં આવ્યા છે. ત્યારે અન્યને અનુસૂચિત જાતિનો લાભ મળવાપાત્ર થતો નથી. આ ઉપરાંત ગીર, બરડા અને કાલેજ સિવાયના રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને 01,04,1978ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં જે લોકો આંદોલન કરી રહ્યા છે તે, આ વિસ્તારના નથી. પરિણામે આ લોકોને એસ.ટી જ્ઞાતિનો લાભ મળી ન શકે.

આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને આદિજાતિ વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં જો આદિવાસી સમાજના હક્કો પર તરાપ મારવાનું કારસ્તાન કરવામાં આવશે, તો આદિવાસી સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં. જરૂર પડશે તો અહિંસક માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોષીયારા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details