ગુજરાત

gujarat

ETV Bharat / city

બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કરતા ગ્રુહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 ટકા વસ્તી એટલે કે 90 લાખ લોકો આદિજાતિ સમાજના છે. તેમના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે 2007માં વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી. ત્યારે, આગામી પાંચ વર્ષ માટે એક લાખ કરોડની માતબર રકમ વનબંધુ કલ્યાણ યોજના-2 માટે અમલમાં મૂકવાની જાહેરાત બજેટ દરમિયાન નીતિન પટેલે કરી હતી.

બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા
બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા

By

Published : Mar 4, 2021, 9:59 AM IST

  • આદિવાસી સમાજ માટે વનબંધુ-2 યોજનાની જાહેરાત કરાઈ
  • અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટ માટે વિકાસ યોજનાઓ
  • આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ઉધોગ વધશે


ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કરતા ગ્રુહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 ટકા વસ્તી એટલે કે 90 લાખ લોકો આદિજાતિ સમાજના છે. તેમના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે 2007માં વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત 13 વર્ષમાં 96 હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવી છે. આગામી પાંચ વર્ષ માટે એક લાખ કરોડની માતબર રકમ વનબંધુ કલ્યાણ યોજના-2 માટે અમલમાં મૂકવાની જાહેરાત નીતિન પટેલે કરી હતી. જેના વધામણાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી 14 જિલ્લાના, 53 તાલુકાના 5884 ગામોની 90 વસ્તી ધરાવતા આ જ્ઞાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત થશે અને તેમના અધિકારો અને સંસ્કૃતિનું જતન થશે.

2021-22 વર્ષની મહત્વની જોગવાઈઓ

નાણાકીય વર્ષ 2021-22 માટે આદિજાતિ વિકાસ વિભાગમાં કુલ 2656 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના 365 કરોડ, બિરસા મુંડા યુનિવર્સિટી માટે 36 કરોડ, અદ્યતન સુવિધાવાળા સમરસ હોસ્ટેલ માટે 22 કરોડ, આદિજાતિ વિદ્યાર્થીનીઓની સાયકલ માટે 19 કરોડ, આદિજાતિ સ્વાતંત્ર સેનાનીઓના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે 26 કરોડ, આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કના ટાવર માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા
આદિજાતિ વિસ્તારમાં સિંચાઇની વ્યવસ્થા વધશેઆદિજાતિ વિસ્તારોમાં પાણી પૂરું પાડવા 1349 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત પંચમહાલમાં પણ ગોધરા, કાલોલ, ઘોઘંબા જેવા વિસ્તારોમાં કેનાલ બનાવવામાં આવશે. નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકાના વિસ્તારમાં સિંચાઇની સુવિધા આપવા માટે તાપી-કરજણ લિંકનું કામ પ્રગતિ હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details