ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV અગ્રેસર : મ્યુકોરમાઇકોસિસની સારવારમાં એક સુત્રતા લાવવા 11 તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરાઈ

રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ ( mucormycosis ) રોગચાળાનો ટ્રિટમેન્ટ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. સારવારમાં એક સુત્રતા લાવવા માટે 11 તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં ડેન્ટલ, ENT, ઓપ્થેલ્મોલોજી અને મેડીસીન વિભાગના સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તજજ્ઞ તબીબોનો સમાવેશ થાય છે. ETV BHARATએ આ અંગે 25 મે ના રોજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે.

મ્યુકોરમાઇકોસિસ
મ્યુકોરમાઇકોસિસ

By

Published : May 26, 2021, 6:48 PM IST

  • સરકારે જાહેર કર્યો મ્યુકોરમાઇકોસિસ રોગચાળાનો ટ્રિટમેન્ટ પ્રોટોકોલ
  • સારવારમાં એક સુત્રતા લાવવા માટે 11 તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરાઈ
  • ડેન્ટલ, ENT, ઓપ્થેલ્મોલોજી અને મેડીસીન વિભાગના સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તજજ્ઞ તબીબોનો સમાવેશ
  • ETV BHARATએ આ અંગે 25 મે ના રોજ પ્રકાશિત કર્યો હતો અહેવાલ
  • સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા દર્દીઓમાંથી 14.3 ટકા દર્દીઓ સાજા થયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના પ્રવર્તમાન કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસ ( mucormycosis )ના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે ETV BHARAT દ્વારા 25 મે ના રોજ રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ( mucormycosis )ના રોગની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે બાદ બુધવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટાસ્ક ફોર્સની જાહેરાત કરીને ETV BHARATના અહેવાલને મંજૂરીની મહોર મારી હતી.

આ પણ વાંચો -મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે

11 ડૉકટરની ટીમ બનાવાઇ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મ્યુકોરમાઇકોસિસ( mucormycosis )ના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય અને દર્દીઓને ઝડપી સારવાર મળે તેવા હેતુથી 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં મ્યુકોરમાઇકોસિસ ( mucormycosis ) રોગના સંક્રમિતો માટે અલાયદા વૉર્ડ્સ શરૂ કર્યા છે. મ્યુકોરમાઇકોસિસ( mucormycosis ) રોગની અસર જેમને થઈ છે, તેમને તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થાઓ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇકોસીસનો રોગ વધ્યો કે નહીં તે બાબતે ટાસ્ક ફોર્સની રચના કરાઈ

ઇન્જેક્શન માટે યોગ્ય વ્યવસ્થા

એટલું જ નહીં, મ્યુકોરમાઇકોસિસ રોગ ( mucormycosis )ની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે, જેના કારણે રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસ રોગ ( mucormycosis )ને વધુ ફેલાતો અટકાવી શકાયો છે, મ્યુકોરમાઇકોસિસ( mucormycosis )ના રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો નિષ્કર્ષ કાઢ્યો છે, તેની વિગતો આ મુજબ છે.

ક્યા તારણો આવ્યા સામે

સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસ( mucormycosis )ના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, જયારે 14.3 ટકા દર્દીઓ સાજા થયા છે, તેમજ 4.1 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે.

વયજૂથની દૃષ્ટિએ તારણ

  • મ્યુકોરમાઇકોસિસ( mucormycosis ) રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5 ટકા દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના
  • 28.4 ટકા દર્દીઓ 18થી 45 વર્ષની ઉંમરના
  • 46.3 ટકા દર્દીઓ 45થી 60 વર્ષની ઉંમરના
  • 24.9 ટકા દર્દીઓ 60થી વધારે વયના

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે.

  • અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 67.1 ટકા પુરુષો જયારે 32.9 ટકા સ્ત્રી દર્દીઓ છે.

આ પણ વાંચો -કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી

ક્યા દર્દીને કઈ સારવારની વ્યવસ્થા

મ્યુકોરમાઇકોસિસ( mucormycosis ) રોગમાંના માત્ર 33.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજનની જરૂર પડી હતી, જયારે 66.5 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ ન હતી. એટલું જ નહીં, નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 59 ટકા દર્દીઓને ડાયાબીટીસ, 22.1 ટકા દર્દીઓને ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝડ, જયારે 15.2 ટકા દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. 49.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન સ્ટિરોઇડ થેરાપી આપવામાં આવી હતી, જયારે 50.5 ટકા દર્દીઓમાં સ્ટિરોઇડ થેરાપીની જરૂર પડી ન હતી. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ( mucormycosis )ના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ENT, ઓપ્થેલ્મોલોજી અને મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજોના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -કોરોના કાળમાં દવાઓની કાળા બજારી રોકવા અને સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસને આપો - DGP આશિષ ભાટિયા

રાજ્યમાં જે રીતે મ્યુકોરમાઇકોસિસ ( mucormycosis )ના કેસ વધી રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના કારણે કેસમાં વધારો થઈ ગયો હોવાના કારણો ધ્યાનમાં લઈને પણ ખાસ ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના પાસાઓની તપાસ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ તૈયારી કરી લેવામાં આવી છે અને આ માટે પણ ખાસ પેનલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની મદદથી તપાસ અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.- જયપ્રકાશ શિવહરે (આરોગ્ય કમિશનર)

ABOUT THE AUTHOR

...view details