ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલમાં કોરોનાના કેસો ઘટતા નોન કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરાઈ

સિવિલમાં બીજી લહેરમાં કોરોના પેશન્ટ વધતા અન્ય વિભાગોમાં નોન કોવિડ દર્દીઓની ઇમરજન્સી સિવાયની સારવાર બંધ કરવામાં આવી હતી. ત્યારે, હાલ કોરોનાના માત્ર 33 એક્ટિવ કેસો હોવાથી નોન કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્લાન પેશન્ટના ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સિવિલમાં કોરોનાના કેસો ઘટતા નોન કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરાઈ
ગાંધીનગર સિવિલમાં કોરોનાના કેસો ઘટતા નોન કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરાઈ

By

Published : Jun 12, 2021, 4:11 PM IST

  • કોરોનાના કેસો ઘટતા તમામ OT શરૂ કરવા આદેશ અપાયો
  • બીજી લહેરમાં 20થી 25 ટકા જ નોન કોવિડ પેશન્ટની થતી હતી સારવાર
  • કોરોનાના કેસો ઘટતા મ્યૂકરમાઈકોસિસના પેશન્ટમાં પણ ઘટાડો નોંધાયો

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સંખ્યા બીજી લહેરમાં વધતા તમામ ડોક્ટર્સ કોરોના પેશન્ટની સારવારમાં રોકાયેલા હોવાથી માત્ર 20થી 25 ટકા જ નોન કોવિડ પેશન્ટની સારવાર થતી હતી. તેમાં પણ ઇમર્જન્સીમાં પેશન્ટની સર્જરી કરવામાં આવતી હતી. પરંતુ, કોરોનાના કેસોમાં ઘટાડો થઈને 500થી 33 કેસો થઈ જતા ફરીથી વિભાગોમાં સર્જરી તેમજ નોન કોવિડ કામો શરૂ કરવાની પરવાનગી સિવિલ તંત્રને આપવામાં આવી છે.

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: કોરોના પછી લોકોમાં નબળાઈનો વિકૃત ભય વધ્યો

સર્જરીના મુખ્ય 7 વિભાગો સહિત 13 વિભાગોમાં નોન કોવિડ દર્દીઓની સારવાર

કોરોનાની બીજી લહેર વખતે આંખની સર્જરી, ઓર્થો તેમજ ગાયનેકને લગતાં પેશન્ટની સારવાર ચાલુ રાખવામાં આવતી હતી. જોકે, અન્ય ડિપાર્ટમેન્ટમાં ઈમરજન્સી પેશન્ટ સિવાયના નોન કોવિડ પેશન્ટની સારવાર થતી ન હતી. આથી, હાલ સિવિલ હોસ્પિટલમાં હવે આ સારવાર શરૂ કરવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરતા હોય તેવા 7 વિભાગો છે. જ્યાં, હવે OTને લગતી કામગીરી પણ કરવામાં આવશે. જોકે ટોટલ સારવાર માટે ઉપલબ્ધ હોય તેવા 13 ડિપાર્ટમેન્ટમાં પણ કોવિડને લગતી સારવાર શરૂ કરાશે.

આ પણ વાંચો:Corona Update: 24 ક્લાકમાં 84,332 નવા કેસ, 4,002 Death

મ્યૂકરમાઈકોસિસના 52 કેસો નોંધાયા, 23 દર્દી હજુ દાખલ

શહેરની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના અત્યાર સુધીમાં 52 કેસો નોંધાયા છે. જેમાં, 17 પેશન્ટ પર 19 પ્રકારની સર્જરીઓ કરવામાં આવી છે. આ દરમિયાન, કોરોના બાદ જેમને મ્યૂકરમાઈકોસિસ થયો હતો તેમાંથી અત્યાર સુધી મ્યૂકરમાઈકોસિસના 3 પેશન્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જોકે, મ્યૂકરમાઈકોસિસના 52 પેશન્ટમાંથી 23 પેશન્ટ હજુ પણ દાખલ છે. બાકીના પેશન્ટ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, અત્યારે કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાથી મ્યૂકરમાઈકોસિસના પેશન્ટમાં પણ પહેલા કરતા ઘટાડો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details