ગુજરાત

gujarat

ETV Bharat / city

Transfer Of IAS Officers In Gujarat: 7 IAS અધિકારીઓની બદલી, જાણો AMC કમિશ્નર તરીકે કોની નિયુક્તિ થઈ

ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓની બદલી (Transfer Of IAS Officers In Gujarat) કરી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર (ahmedabad municipal commissioner) તરીકે લોચન સહેરાની નિયુક્તિ કરવામાં આવી છે. આવનારા ટૂંક સમયમાં જ IPS અધિકારીઓની બદલી (transfer of ips officers in gujarat) પણ કરવામાં આવશે.

Transfer Of IAS Officers In Gujarat: 7 IAS અધિકારીઓની બદલી, જાણો AMC કમિશ્નર તરીકે કોની નિયુક્તિ થઈ
Transfer Of IAS Officers In Gujarat: 7 IAS અધિકારીઓની બદલી, જાણો AMC કમિશ્નર તરીકે કોની નિયુક્તિ થઈ

By

Published : Dec 24, 2021, 7:35 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આજે અચાનક જ 7 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓની બદલી (Transfer Of IAS Officers In Gujarat) કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોના મહામારી (coronavirus in ahmedabad) દરમિયાન પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર (ahmedabad municipal commissioner) તરીકે વિજય નેહરાના હટાવીને મુકેશકુમારને જવાબદારી આપવામાં આવી હતી. તો આજે રાજ્ય સરકાર દ્વારા જે બદલી કરવામાં આવી છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે લોચન સહેરાની નિયુક્તિ (ahmedabad municipal commissioner lochan sehra) કરવામાં આવી છે.

આ અધિકારીઓની કરાઈ બદલી

બદલી કરવામાં આવેલાIAS અધિકારીઓમાં મુકેશ પુરી, એમ.ડી. ગુજરાત ફર્ટિલાઈઝર કંપની લિમિટેડ (gujarat state fertilizer company limited). મુકેશ કુમાર, અર્બન ડેવલોપમેન્ટ & અર્બન હાઉસિંગ વિભાગ (urban development and urban housing department)ના અધિક સચિવ. લોચન સહેરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર. રાકેશ શંકર, અર્બન ડેવલોપમેન્ટ & અર્બન હાઉસિંગ વિભાગના સચિવનો વધારાનો ચાર્જ. બી.આર. દવે, એમ.ડી. ગુજરાત લાઈવલીહુડ. કે.સી. સાંપટ, ડી.ડી.ઓ. સુરેન્દ્રનગર. નવનાથ ગવહને રુલર ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

હવે IPSની બદલી આવશે

રાજ્ય સરકારે થોડા દિવસ પહેલાં જ અનેક જિલ્લાના SPને બઢતી આપીને બદલી કરી છે, ત્યારે અનેક જગ્યા ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓની જગ્યા ખાલી છે. હવે રાજ્ય સરકાર દ્વારા IPSની બદલીનો ગંજીપો પણ આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રૂપાણી સરકાર દરમિયાન ઓગષ્ટ મહિનામાં જ IPS અધિકારીઓની બદલી થવાની હતી, પરંતુ રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમ અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં રૂપાણી સરકારના રાજીનામાને કારણે તમામ IPS અધિકારીઓની બદલી (transfer of ips officers in gujarat) રોકાઈ હતી. હવે આવનારા ટૂંક સમયમાં જ IPS અધિકારીઓની બદલી પણ કરવામાં આવશે, જ્યારે વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા IPS અધિકારીઓની અંતિમ બદલી હશે.

આ પણ વાંચો: Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

આ પણ વાંચો: Mohmad Rafi Birth Anniversary 2021: 50 વર્ષથી મોહમ્મદ રફીના ગીત ગાઈને સાધના કરતા અમદાવાદના દિવ્યાંગ કલાકાર સાથે રૂબરૂ મુલાકાત

ABOUT THE AUTHOR

...view details