- રક્ષાશક્તિ યુનિવર્સિટી આર્મી, નેવી, પોલીસ તમામને ટ્રેનિંગ આપશે
- યુનિવર્સિટી ગુજરાતની બોર્ડર પર જવાનોને ઉર્દૂ પણ શીખવશે
- આગામી સમયમાં ગાઝિયાબાદમાં CBIને ટ્રેનિંગ આપવામાં આવશે
ગાંધીનગર :અરુણાચલ પ્રદેશના 16 જેટલા DySPની ટ્રેનિંગ આજે પૂર્ણ થઈ હતી. આ ટ્રેનિંગ( Training by Rakshasakti University) 13થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ ટ્રેનિંગ પ્રોગ્રામના માધ્યમથી DGP અને અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન ઓનલાઇન જોડાયા હતા. જેમણે ઓનલાઇન વાર્તાલાપ પણ કર્યો હતો. ખાસ કરીને સુરક્ષાને લગતી ટ્રેનિંગ DySP કક્ષાના પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી. જો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી( Rakshasakti University ) આગામી સમયમાં દરેક સ્ટેટના પોલીસ અધિકારીઓ તેમજ ડિફેન્સ (Training Of Defense ) સાથે જોડાયેલા આર્મી, નેવી તમામને સ્ટાફને ટ્રેનિંગ આપશે, જેના માટેના કોર્સ પણ ડિઝાઈન કરવામાં આવશે.
યુનિવર્સિટીઓને ચાઇનીઝ ભાષા શીખવવા સલાહ આપી
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ બિમલ એન પટેલે કહ્યું હતું કે, નેશનલ સિક્યુરિટીને લગતી જાણકારી મળે તે હેતુથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમના માટે તાલીમ સંશોધન વગેરે ક્ષેત્રે મહત્વ આપી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, આ પ્રકારની યુનિવર્સિટીએ નેશનલ સિક્યુરિટી માટે જુદી જુદી ભાષા શિખવવી જોઈએ. જેથી અરુણાચલ પ્રદેશના DySPને અમે ચાઇનીઝ ભાષાની તાલીમ આપી છે. આ ઉપરાંત, અન્ય કેટલીક ટ્રેનિંગ પણ અમે આપી ચૂક્યા છીએ. આગામી સમયમાં તેમના માટેના કોર્ષ ડિઝાઇન કર્યા છે. જેમાં તેઓ ફૂલટાઈમ કોર્ષ કરી શકશે.
ગુજરાત બોર્ડર સિક્યુરિટી માટે ઉર્દૂ અને જમ્મુ કાશ્મીરના જવાનોને પસ્તુન શીખવીશું
કુલપતિએ વધુમાં જણાવ્યું કહ્યું કે, "ગુજરાતના પોલીસ ઓફિસર સાથે કામ કરવાનો જયારે પણ મોકો મળશે, ત્યારે તેમને બોર્ડર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ઉર્દૂ અને પસ્તુન ભાષા પણ શીખવીશું. આ ઉપરાંત જમ્મુ કશ્મીરના બોર્ડર સાથે જોડાયેલા જવાનોને પસ્તુન ભાષા શીખવીશું. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીને એક અઠવાડિયામાં એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે ઇન્ડિયન પોલીસ ઓર્ગનાઈઝેશન, સ્ટેટ પોલીસ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી તમામ સાથે અમે કામ કરવાનું શરૂ કર્યું છે. શિક્ષણમાં પ્રદાન કરવાનો પ્રયત્ન કરીશું, આગામી સમયમાં ગાઝિયાબાદમાં CBIને ટ્રેનિંગ આપીશું."
ચાઈનીઝ લોકો અરુણાચલના લોકોને ગુમરાહ કરી રહ્યા છે