ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ : 41.75 ટકા સરેરાશ મતદાન, સૌથી ઓછું અમદાવાદમાં 37.73 ટકા - અમદાવાદ

આજે રાજ્યમાં 6 કોર્પોરેશન માટે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં કુલ 41.75 ટકા મતદાન થયું છે. 37.73 ટકા સાથે અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે. જ્યારે જામનગરમાં 49.64 ટકા સાથે સૌથી વધું મતદાન થયું છે.

મતદાન પ્રક્રિયા
મતદાન પ્રક્રિયા

By

Published : Feb 21, 2021, 7:43 PM IST

  • રાજ્યમાં 6 કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
  • કોઈ મોટી ફરિયાદ નોંધાઇ નહીં
  • સૌથી વધુ મતદાન જામનગર કોર્પોરેશનમાં 49.64 ટકા

ગાંધીનગર : રાજ્યની 6 કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને વડોદરામાં 21 ફેબ્રુઆરીના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બાબતે સાંજે 6:00 મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, 6 મહાનગરપાલિકામાં યોજાનારી મતદાન પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં આવી છે.

28 ફેબ્રુઆરીના રોજ યોજાનારા મતદાનમાં મતદાન કરવા અપીલ

તમામ કર્મચારીઓ કે જેઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા હતા, તેવા તમામ કર્મચારીઓ, પોલીસ વિભાગ અને રાજકીય પક્ષોનો પણ આભાર માન્યો હતો. આ સાથે 6 મહાનગરપાલિકામાં કોઈપણ પ્રકારની મોટી ઘટના બની ન હોવાનું નિવેદન પણ સંજય પ્રસાદે આપ્યું છે. આ ઉપરાંત 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ મતદારો મતદાન કરે તેવી અપીલ પણ સંજય પ્રસાદે કરી છે.

41.75 ટકા સરેરાશ મતદાન, સૌથી ઓછું અમદાવાદમાં 37.73 ટકા

રાજ્ય ચૂંટણીપંચની વેબ સાઈટ પ્રમાણે સાંજના 6 કલાકે સુધીનું સારેરાશ મતદાન 41.75 ટકા

  • જામનગર - 49.64
  • ભાવનગર - 43.66
  • રાજકોટ - 45.74
  • વડોદરા - 42.82
  • સુરત - 42.72
  • અમદાવાદ - 37.73

મતદારોએ મતદાનથી સામાજિક અંતર રાખ્યું?

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સામાજિક અંતર જાળવવું જરૂરી છે. જેથી કોરોના સંક્રમણ ફેલાય નહીં, ત્યારે આ વખતની ચૂંટણીમાં કોર્પોરેશનમાં સૌથી વધું મતદાન જોવા મળી રહ્યું છે, ત્યારે એવી પણ ચર્ચાઓ સામે આવી રહી છે કે, મતદારોએ કોર્પોરેશનના ઇલેક્શનમાં અંતર જાળવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details