- બુધવારની કેબિનેટ બેઠક રદ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી લીંબડી પ્રવાસે
- તમામ પ્રધાનો પેટા ચૂંટણીમાં વ્યસ્ત
- પેટા ચૂંટણીના કારણે કેબિનેટ બેઠક રદ
આવતીકાલે કેબિનેટની બેઠક રદ, તમામ પ્રધાનો પેટા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
ગાંધીનગરમાં દર બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાતી હોય છે, પરંતુ આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે આ બેઠક નહીં યોજાય. કારણ કે, હાલમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો આગામી પેટા ચૂંટણીને લઈને પ્રચારમાં વ્યસ્ત છે. એટલે સરકારમાં પહેલા પ્રચાર અને પછી બેઠક જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
![આવતીકાલે કેબિનેટની બેઠક રદ, તમામ પ્રધાનો પેટા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત તમામ પ્રધાનો પ્રચારમાં વ્યસ્ત હોવાથી આવતીકાલની કેબિનેટ બેઠક રદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9331256-thumbnail-3x2-cabinet-canceld-7204846.jpg)
તમામ પ્રધાનો પ્રચારમાં વ્યસ્ત હોવાથી આવતીકાલની કેબિનેટ બેઠક રદ
ગાંધીનગર: આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે એટલે રાજ્ય સરકારના તમામ પ્રધાનો આ બેઠકો પર ભાજપનો પ્રચાર કરવા માટે કામે લાગી ગયા છે, જેને જોતા બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.