ગુજરાત

gujarat

ETV Bharat / city

#KrishnaJanmashtami2020 : આજે દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મની થશે ઉજવણી

હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમી તિથિના રોજ થયો હતો. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. જે આ વર્ષે 12 ઓગસ્ટના રોજ છે. જેથી આ વર્ષે સમગ્ર દેશમાં 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે.

ETV BHARAT
આજે સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવાામાં આવે છે

By

Published : Aug 12, 2020, 6:45 AM IST

ન્યૂઝ ડેસ્કઃ જન્માષ્ટમીની ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના 8મા અવતારના રૂપે કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના ભગવદ ગીતાના ઉપદેશો અનાદિ કાળથી લોકો માટે જીવન દર્શન રજૂ કરે છે. જન્માષ્ટમીની ઉજવણી ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં વસવાટ કરનારા ભારતીયો પણ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે મધ્યરાત્રીએ જૂલમી કંસનો વિનાસ કરવા મથુરામાં જન્મ લીધો હતો. જેથી આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારના દિવસે ભગવાન કૃષ્ણ એક ઝલક જોવા માટે શ્રદ્ધાળુ દૂર-દૂરથી આજના દિવસે મથુરા અને દ્વારકા આવતા હોય છે.

મથુરા અને દ્વારકાના મંદિરમાં સ્ત્રી-પુરુષો રાત્રીના 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. આ ઉપરાંત આજના દિવસે દ્વારકા અને મથુરાના મંદિરમાં રાસલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને કારણે જન્માષ્ટમીની ઉજવણીમાં ખલેલ પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details