ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે મગફળીના સારો પાક થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ 1018ની કિંમતથી મગફળીની ખરીદી કરશે. ટેકાના ભાવની ખરીદી માટે રાજ્યના કુલ 122 સેન્ટરો પર આજથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વરસાદને કારણે મગફળીના પાક પણ સારા પ્રમાણમાં થયો છે જેને હવે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર 122 જેટલા સેન્ટરો ઉભા કરશે. ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી કરવાની હોય છે. જે મંગળવારથી શરૂ કરવામાં આવી છે. જેને લઈને મંગળવારે વહેલી સવારથી 1500 જેટલા ખેડૂતોએ ઓનલાઈન પ્રક્રિયા કરી લીધી છે. ઓનલાઇન પ્રક્રિયા શરૂ થતાં ગણતરીના કલાકોમાં જ 1500થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.