ગાંધીનગર : 11 સપ્ટેમ્બરના દિવસે અચાનક રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યારે આજે રાજ્યના નવા મુખ્યપ્રધાન અને નવી સરકારના 200 (Bhupendra Patel as CM 200 Days) દિવસ પુર્ણ થયા છે. તો જુઓ આ એહવાલમાં કે, 200 દિવસમાં સરકારે ક્યાં પ્રજાલક્ષી કાર્ય કર્યા છે. આ ઉપરાંત 200 દિવસ દરમિયાન 61,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ - ગુજરાતના યુવાધનને ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની સુવિધા આપવાના ઉદાત ધ્યેયથી રાજ્યમાં નવી 11 ખાનગી યુનિવર્સિટીઓને તેમણે મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે. રાજ્યની શાળાઓમાં માળખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ (CM Bhupendra Patel work in Field of Education) અમલ કરવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીના વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી 4 વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તેમના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવ્યો છે.
વેક્સિનેશનડોઝ - રાજ્ય સરકારે જન-જનના આરોગ્યની (Health Sector in Gujarat) પણ પૂરતી કાળજી લીધી છે. વેક્સિનેશન અભિયાન વેગવંતુ બન્યું, 10 કરોડ ડોઝની સિદ્ધિ ગુજરાતે મેળવી. અત્યાર સુધી રાજ્યના 30 લાખ તરૂણોને, 9 લાખ બાળકોને કોરોના વિરોધી રસીકરણમાં આવરી લેવાયા છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત માટે સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવારની શરૂઆત કરી છે. જે અંતર્ગત રાજ્યના 3 કરોડ 30 લાખ નાગરિકોને આવરી લેવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :ભુપેન્દ્ર પટેલની સરકારને 1 મહિનો પૂર્ણ, જૂઓ આ લીધા નિર્ણયો
4 નવી પોલિસી જાહેર કરવામાં આવી - રાજ્ય સરકારે ચાર નવી પોલિસી (CM Bhupendra Patel Policy) સફળતાપૂર્વક અમલી બનાવી છે. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી -2.0 આઇ.ટી. પોલિસી -2022, બાયોટેકનોલોજી પોલિસી અને સ્પોર્ટ્સ પોલિસીનો સમાવેશ થાય છે. આ બધી જ પોલિસી દ્વારા રાજ્યની યુવાશક્તિના કૌશલ્યને વિશ્વ સમક્ષ બનાવવાનો સફળ આયામ આદર્યો છે. પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.