- રાજસ્થાનમાં અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા ભાવે મોટરસાયકલ વેચતાં હતાં
- એલસીબી 1 ટીમે કલોલથી બે ઈસમો ઝડપ્યાં ત્યારે ખૂલ્યો ભેદ
- ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ ચોર્યા મોટરસાયકલ
ગાંધીનગર : એલસીબી 1 ટીમને બાતમી મળી હતી કે ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાએથી બાઇક ચોરનાર ઈસમો અમદાવાદથી રાજસ્થાન જઇ રહ્યાં છે. આ અંગે વધુમાં માહિતી આપતા ગાંધીનગરના ડીવાયએસપી એમ. જે. સોલંકી એ કહ્યું કે, પીએસઆઇ વાય.વાય. ચૌહાણ અને પીએસઆઈ ડી. એસ. રાઓલ તેમજ સ્ટાફના અન્ય પોલીસ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ લતીફ પઠાણ અને રાજવીરસિંહને બાતમી મળી હતી કે રાજસ્થાન ઝાલોર જિલ્લાના બડગામ ગામના હરેશ સતરામરામ ભીલ અને અમરતા જવાનજી ભીલ તેમજ પ્રવીણ સતનાજી ભીલ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી રાજસ્થાનમાં લઇ જઇ તેને વેચી દે છે. આ સાથે જ હરેશ સતરારામ ભીલ અને અમરત જવાનજી ભીલ અમદાવાદથી બે ચોરીના મોટરસાયકલો લઈ કલોલ હાઇવે તરફ રાજસ્થાન જઇ રહ્યાં છે જેથી આ બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા કલોલ તરફથી આવતા વાહનોની વોચ રાખતાં બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.
આ શહેરોમાંથી કરી હતી બાઇકની ચોરી
આ બંને ઈસમની વધુ પૂછપરછ કરતા ત્રણેય સાથે મળી અમદાવાદ, પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર તેમજ ઊંઝા સહિતના અન્ય સ્થળેથી છેલ્લા 3 માસ દરમિયાન સંખ્યાબંધ મોટર સાયકલોની ચોરી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આ બંને ઈસમોમાંથી હરેશ સતરામરામ ભીલ રહે, ગારવાયા જિલ્લો ઝાલોર રાજસ્થાન તેમજ અમરત જવાનજી ભીલ રહે, બડગાવ ઝાડલોર રાજસ્થાનથી હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને ઈસમો પાસેથી હીરો સ્પ્લેન્ડર અને હોન્ડા સાઈન બાઇક પકડવામાં આવ્યું હતું. ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા પોતાના ગામના અન્ય એક મિત્ર પ્રવીણ સતનાજી ભીલ સાથે મળી રાજ્યમાં જુદી જુદી જગ્યાએથી ચોરી કરી રાજસ્થાન લઈ જતા હોવાનું તેમને કબૂલ્યું હતું.
અન્ય 24 મોટરસાયકલોનો ચોરીનો ભેદ પણ ઉકેલાયો
એલસીબી દ્વારા આ બે બાઈકો ઝડપાયા બાદ તેમને અન્ય કેટલાક બાઇક ક્યાંથી ચોરી કર્યા છે તે કડકાઈથી પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અન્ય 24 મોટરસાયકલની પણ તેમને ચોરી કરી છે જેઓ રાજસ્થાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલિક એલ.સી.બીની ટીમે તેમના અન્ય સાગરિત પ્રવીણને પકડી અન્ય મોટરસાયકલ લોડિંગ ટ્રકમાં ભરી રાજસ્થાનથી એલસીબી કચેરીમાં લાવવામાં આવ્યાં હતાં. આ બાઈક પરથી રેકોર્ડ જોતાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદના વિવિધ જિલ્લાઓમાંથી બાઇકની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ મોટરસાયકલો તેઓ રાજસ્થાનમાં અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતાં હતાં.
આ પણ વાંચોઃ મકાન માલિકે સવારે દુકાન ખોલી તો ચોર લટકતો જોવા મળ્યો
ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 26 મોટરસાયકલ ચોરનાર ત્રણ ઈસમો ઝડપાયા
ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં મોટરસાયકલની ચોરી કરતા ત્રણ ઈસમોને એલસીબી ગાંધીનગર દ્વારા પકડવામાં આવ્યાં છે. આ ઈસમો દ્વારા કુલ 26 મોટરસાયકલ ચોરી કરવામાં આવ્યાં હતાં. એલસીબી દ્વારા તમામ મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે ચોરીના વિવિધ ગુનાઓનો ભેદ ગાંધીનગર એલસીબી 1 દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 26 મોટરસાયકલ ચોરનાર ત્રણ ઈસમો ઝડપાયા