- રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસુ નિયમિત ગણાય
- 7 જૂન આસપાસ વરસાદ પડશે તો જીવ-જંતુઓનું પ્રમાણ વધશે
- ખેડૂતોના મતે રોહિણી નક્ષત્રમાં વરસાદ બરાબર ન કહેવાય
ગાંધીનગર: નક્ષત્રોને આધારે વરસાદ અને તેની સાથે કયા પ્રકારનો ફરક વાતાવરણમાં આવવાની શક્યતાઓ રહેલી છે તેની આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ દ્વારા આ વર્ષે વરસાદ રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં પડી શકે છે તેવું અનુમાન તેમને લગાવ્યું હતું. આ ઉપરાંત નક્ષત્રોના આધારે વરસાદ પડે છે પરંતુ તેની સાથે સાથે વાતાવરણ પણ પલટાય છે તેના મહત્વને લઈને પણ તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, સાપુતારામાં આહલાદક વાતાવરણ
રોહિણી નક્ષત્રના ચાર પાયા એટલે કે ચાર ભાગ ગણાય છે
પ્રાચીન વર્ષા વિજ્ઞાન રોહિણી નક્ષત્રનું ઘણું મહત્વ રહેલું છે જો રોહીણી નક્ષત્રમાં છાંટા થાય તો મારવાડી ભાષામાં રૂપિયેઘેલી જ્યારે કેટલાક ખેડૂતોનું માનવું એ પણ છે કે રોહિણી નક્ષત્રમાં છાંટા થાય છે તો વરસાદ બરાબર ગણાય નહીં. રોહિણી નક્ષત્રના ચાર પાયા એટલે કે ચાર ભાગ ગણાય છે. પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72 દિવસનું વાયરીયું કાઢે છે, બીજા ભાગમાં જો વરસાદ થાય તો તેના કરતા ઓછા દિવસ વાયરિયું રહે છે ત્રીજા ચરણમાં એનાથી ઓછો સમય રહે છે જ્યારે ચોથા ચરણમાં વરસાદ થાય તો વરસાદ નિયમિત આવે છે આ વર્ષે રોહિણી નક્ષત્ર ચોથા ચરણમાં વરસાદની શક્યતા રહેલી છે. 4 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત દરિયા કિનારાઓના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: ઉમરપાડામાં 4 જૂનના રોજ 5 ઇંચ જેટલો વરસાદ પાડવાની સંભાવના
7 અને 8 જૂનના રોજ વરસાદ થાય છે તો વૃક્ષી નક્ષત્રનો વરસાદ કહેવાય
રોહિણી નક્ષત્રમાં આ વર્ષે ઉતરતા વરસાદ થવાથી તેનું મહત્વ વધી જાય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો બળદને ડબલ ખેતી કરવી પડે છે તેવું પણ કહેવાય છે. જો ઉતરતી રોહિણી નક્ષત્ર એટલે કે 7 અને 8 જૂનના રોજ વરસાદ થાય છે તો વૃક્ષી નક્ષત્રનો વરસાદ થાય છે. તેનાથી જીવ-જંતુઓ નું પ્રમાણ વધે છે. રોહિણી રેલે અને વૃક્ષી વાય તો આદ્રામાં વરસાદ થાય છે. જો આવું થશે તો 21 અને 22 જૂન આજુ બાજુ વરસાદ થઇ શકે છે. અને જો વૃક્ષી નક્ષત્રમાં વરસાદ થશે તો જીવ જંતુ થવાની શક્યતા છે. વરસાદ થાય તો પણ સારું કહેવાય પરંતુ આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તેવી શક્યતા હોવાથી નાની જીવ જંતુઓનું પ્રમાણ વધી જશે.
આ વખતે રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં વરસાદ પડવાની શક્યતા : અંબાલાલ પટેલ