ગુજરાત

gujarat

ETV Bharat / city

આ સમય હડતાળ પર જવા માટે યોગ્ય નથી: જ્યંતી રવિ - જયંતી રવિ

આજે સોમવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હડતાળ પર જનારા કર્મીઓ હાજર નહીં થાય તો તેમની વિરુદ્ધ એપેડેમીક એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમય હડતાળ પર જવા માટે યોગ્ય નથી
આ સમય હડતાળ પર જવા માટે યોગ્ય નથી

By

Published : May 17, 2021, 11:37 PM IST

  • આરોગ્ય અગ્ર સચિવે કરી પત્રકાર પરિષદ
  • રાજ્ય સરકારનો ચક્રવત મુદ્દે હુકમ
  • આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને અપાયો હુકમ
  • હુકમનો ભંગ કરનારા વિરુદ્ધ એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનારા વિરુદ્ધ એપેડેમીક એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ સમય હડતાળ પર જવા માટે યોગ્ય નથી

જે લોકો હડતાળ ઉપર જવા તૈયાર થઈ ગયા છે, એ વાત તેમની બે જવાબદાર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, આરોગ્યક્ષેત્રે ઉત્તમ સેવા આપતા નર્સિંગ સાથે જોડાયેલા CPH, આઉટસોર્સિંગ અને અંશકાલીન કર્મયોગીઓ જે લોકો હડતાળ ઉપર જવા તૈયાર થઈ ગયા છે, એ વાત તેમની બે જવાબદારી હોવાનું સાબિત કરે છે. જો હાજર નહીં થાય તો તેમની વિરુદ્ધ એપેડેમીક એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે. પોતાની ફરજ પ્રત્યેની જવાબદારી દાખવી તાત્કાલિક અસર ફરજ પર હાજર થઈ જાય નહીં તો આ કાર્યવાહી કરવા માટે સરકાર મક્કમ છે.

આ પણ વાંચોઃ સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

કર્મચારીઓ પોતાની ફરજ પર ફર

જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ કોવિડ-19ની પરિસ્થિતિ, મ્યુકર માયકોસીસ અને રાજ્યમાં પ્રર્વતી રહેલ વાવાઝોડાની સ્થિતિમાં આ રીતે હડતાળનો નિર્ણય લેવો એ વ્યાજબી નથી. કોઈ પણ પ્રશ્નનો વાતનો ઉકેલ આવા વિકટ સંજોગો સમી ગયા પછી સામ સામે બેસી કરી શકાય છે અને વ્યાજબી પ્રશ્નોને યોગ્ય ઉકેલ પણ લાવી શકાય છે. જેથી આ સર્વે આરોગ્યકર્મીઓને તાકીદ કરવામાં આવે છે કે તેઓ પોતાની ફરજ ઉપર તાત્કાલિક અસરથી જોડાઈ જાય.

તમામ મ્યુ.કમિશ્નરને આપવામાં આવી સૂચના

આરોગ્ય વિભાગની આવશ્વક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ -૧થી વર્ગ -૪ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડિકલ સ્ટાફ , નર્સીંગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારીત સેવાઓ આપતા તમામ વ્યકિતઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ-૧૯ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે, તેમના દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે. આ માટે કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનારા વિરુદ્ધ એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details