- 3 ઓક્ટોબરે મતદાન અને 5મીએ મતગણતરી
- ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે જામશે જંગ
- 2016માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે થઈ હતી ટાઈ
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૬ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મતદાનના થોડા દિવસ અગાઉ જ ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 3 ઓક્ટોબરના દિવસે મતદાન અને 5 ઓક્ટોબરના દિવસે મતગણતરી સહિત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની આ ત્રીજી વખત ચૂંટણી યોજાશે.
2011 અને વર્ષ 2015માં યોજાઈ હતી ચૂંટણી
વર્ષ 2010માં ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૧માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ત્યારબાદ વર્ષ 2015માં પણ કોર્પોરેશનની 5 વર્ષ બાદ પદ્ધતિ અને નિયમ મુજબ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને એક સમાન ૧૬ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જેથી ચૂંટણી ટાઈ થઈ હતી, પરંતુ અંતિમ સમયે કોંગ્રેસના એક ઉમેદવાર રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને ત્યાર બાદ ભાજપ પક્ષ ગાંધીનગર કોર્પોરેશનમાં સત્તા પક્ષ તરીકે જાહેર થયો હતો.