ગુજરાત

gujarat

ETV Bharat / city

RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ: 15થી 18 ઓક્ટોબર સુધી ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

RTE પ્રવેશ પ્રક્રિયા 2020-21 અંતર્ગત નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડ માટે 15થી 18મી ઓકટોબર-2020 દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે. યાદીમાં જણાવ્યા અનુસાર RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તથા બીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બર 2020 અને 3 ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

ETV BHARAT
RTE પ્રવેશ પ્રક્રિયા ત્રીજો રાઉન્ડ

By

Published : Oct 15, 2020, 8:37 PM IST

ગાંધીનગર: RTE પ્રવેશ પ્રક્રિયા 2020-21 અંતર્ગત નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડ માટે 15થી 18મી ઓકટોબર-2020 દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે. યાદીમાં જણાવ્યા અનુસાર RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તથા બીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બર 2020 અને 3 ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

RTEમાં આશરે 82,236 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થઈ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી, માત્ર એવા જ વિદ્યાર્થીઓને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃપસંદગી કરવા તક આપવામાં આવી છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય. જે વિદ્યાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે, ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી કરવા માંગતા હોય, તેવા વિધાર્થીઓએ 15થી 18 ઓક્ટોબર-2020 દરમિયાન RTEના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે.

શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી.

શાળાઓની પુનઃપસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલા જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details