- રાજ્યમાં આવશે બદલીઓનો દોર
- IAS અને IPS અધિકારીઓની થશે સામુહિક બદલી
- જયંતિ રવિની બદલી થવાથી હવે નજીકના ભવિષ્યમાં આવશે બદલીઓ
ગાંધીનગર : ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પડતર રહેલા બદલીના ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી ચર્ચાઓ સચિવાલય ખાતે શરૂ થઈ છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે વહીવટીતંત્રમાં 70થી વધુ IAS અધિકારી અને 12થી વધુ IPS અધિકારીઓની બદલી થશે.
જયંતિ રવિની જગ્યા ખાલી હવે કોણ બનશે આરોગ્ય અગ્ર સચિવ
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની તમિલનાડુના એરોવેલા ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે કેન્દ્ર સરકારી બદલી કરી છે, ત્યારે ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવનું પદ ખાલી પડ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો IAS અધિકારીઓમાં જે.પી.ગુપ્તાને આરોગ્ય અગ્ર સચિવ બનાવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જ્યારે પંકજકુમારને મહેસુલમાંથી ખસેડીને નાણા વિભાગ અથવા તો હોમ ડીપાર્ટમેન્ટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે શહેરી અને વિકાસના અગ્ર સચિવ મુકેશ પૂરીને મહેસૂલમાં નિયુક્ત કરવામાં આવે તેવી પણ અટકળો સચિવાલયમાં ચાલી રહી છે.
આ પણ વાંચો : 7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશે