ગુજરાત

gujarat

ETV Bharat / city

નાગરિકતા સુધારા કાયદા મુદ્દે 10 જાન્યુઆરીએ વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે - પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરેન્સ

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં અને રાજ્યસભામાં નાગરિક્તા બિલ પસાર કરવામાં આવ્યું હતુું. રાષ્ટ્રપતિ કોવિંદની મંજૂરી બાદ આ બિલ કાયદો બની ગયું છે. જે બાદ દેશમાં CAAનો ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો. આ આક્રોશની આગ હવે ગુજરાત સુધી પણ પહોંચી છે. જેથી દિલ્હીના ખાસ સુચનોને આધારે ગુજરાત વિધાનસભાનું 10 જાન્યુઆરીના રોજ એક દિવસીય સત્ર બોલાવવામાં આવશે.

ETV BHARAT
નાગરિકતા બિલ મુદ્દે 10 જાન્યુઆરીએ વિધાનસભાનું સત્ર મળશે

By

Published : Jan 2, 2020, 9:23 PM IST

રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી રહેનારા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટે કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આપવા માટે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 10 જાન્યુઆરી 2020ના રોજ બોલાવવાનું રાજ્યપાલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બંધારણના આર્ટીકલ 176ની જોગવાઇ અનુસાર નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. જે બાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

નાગરિકતા બિલ મુદ્દે 10 જાન્યુઆરીએ વિધાનસભાનું સત્ર મળશે

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠક માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિના પ્રતિનિધિત્વને વધુ 10 વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં 126મો સુધારો કરતો ખરડો સંસદના બન્ને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ સુધારાને ભારતના બંધારણના આર્ટીકલ 368ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આવી બહાલી મળ્યા બાદ જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે ખરડો મોકલી શકાય એવી જોગવાઇ છે. જેથી ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details