ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર, ભાજપ પ્રમુખ સાથે કેબિનેટનું વિસ્તરણ થશે - જીતુ વાઘાણી
ગુજરાતના રાજકારણમાં થયેલ બદલાવ હંમેશા ચર્ચામાં રહેતાં હોય છે ત્યારે આગામી ટુક સમયમાં ફરીથી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશેલા ધારાસભ્યો બાદ જવે ગુજરાત ભાજપમાં પ્રમુખ પદ સહિત રાજ્યના કેબિનેટ પ્રધાનોમાં પણ મોટા ફેરફાર અંગેની વિચારણા કેન્દ્રીય ભાજપ દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર : સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ખાલી પડેલ વિધાનસભાની બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય ફેરફારો જેવો મળી રહ્યાં છે. સાથે જ ચૂંટણીના પરિણામ બાદ અથવા તો ચૂંટણી જાહેર થયાં બાદ મોટા ફેરફારો ભાજપ સંગઠનમાં અને રૂપાણી સરકારમાં જોવા મળશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રવિવારે 28 જૂનના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી માટેની બેઠક યોજવામાં આવી હતી જેમાં હવે ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો છે. 28 જૂન રવિવારે વિડિઓ કોંફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ એમ.પી. અને એમ.એલ.એ. ના મંતવ્ય લેવામાં આવ્યાં હતાંં. સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ નક્કી થયાં બાદ ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ઉપરાંત જો પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખ પદની જાહેરાત નહીં થાય. જ્યારે કોરોનાની મહામારીને લીધે ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખ પદની જાહેરાત કરાઈ શકે છે. આમ હવે ભાજપ સંગઠનમાં ફેરફાર વાત ચૂંટણીની તારીખો પર નક્કી થશે.