ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રધાન મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મંત્રી મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી. અમિત શાહની સર્કિટ હાઉસ ખાતે બેઠક છે. ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને ચર્ચા એ જોર પકડ્યું હતું કે, મંત્રી મંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે પરંતુ મીડિયા સમક્ષ રૂપાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું, વિસ્તરણની આવી કોઈ વાત જ નથી. આ વાતને અફવાહ ગણાવી હતી.

xx
મંત્રી મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી

By

Published : Jun 21, 2021, 12:18 PM IST

Updated : Jun 21, 2021, 12:37 PM IST

  • વિજય રૂપાણીએ સેક્ટર 8 વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી
  • દિવસમાં 5 લાખ લોકોને અપાશે વેક્સિન
  • ફ્રી વેક્સિન માટે પી.એમ.નો આભાર માન્યો

ગાંધીનગર : આજ (21 જૂન)થી રસીકરણ મહાઅભિયાન (Corona Vaccine Camp)નો દેશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પણ આજથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) એ ગાંધીનગર સેક્ટર આઠ ખાતેના રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આગામી સમયમાં સરકાર રસી તેમજ કોરોનાને જોતા કઈ રીતે અભિયાનને આગળ વધારશે તેને લઈને પણ તેમને વાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ની મુલાકાત વિશે વાત કરતા કહ્યું, તેઓ ચાર વાગે બેઠક પણ યોજાશે. આ બેઠકમાં ગુજરાતના રાજકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.

મંત્રી મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી
રોજના 5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

ગુજરાતમાં રસી સેન્ટર વધારીને 5000 વેક્સિન સેન્ટર કરાયા છે. આ રસી સેન્ટર પરથી રોજના 5 લાખ લોકો રસી લે તે પ્રકારનું આયોજન કરાશે. તેવું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સેક્ટર 8 ખાતેના રસીકરણ સેન્ટરની મુલાકાત દરમિયાન કહ્યું હતું. તેમને વધુમાં કહ્યું હતું કે, 21મી જૂને યોગ દિવસ અને રસીકરણ મહાઅભિયાન દેશમાં શરૂ થઈ ગયું છે, કોરોનાની ત્રીજી લહેર જોતા એવું લાગે છે કે, વેક્સિન મહાભિયાન જરૂરી છે, લગભગ સવા બે કરોડ ડોઝ આપણે આપી દીધા છે, ગુજરાત બધા કરતા આગળ છે, ગુજરાતની જનતાને અપીલ છે કે, રાજ્યની તમામ જનતા રસી લે.

આ પણ વાંચો : દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રાંરભ, રાજ્યોએ તૈયાર કર્યો એક્શન પ્લાન

રાજકીય પક્ષોએ પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ

કોરોનાના કેસો ઘટી રહ્યા છે તેમાં પણ અત્યાર સુધીના સૌથી ઓછા કેસો કાલે ગુજરાતમાં અત્યાર સુધીના બીજી લહેરમાં 185 કેસો આવ્યા. વડાપ્રધાનનો આભાર કે તેમને ફ્રીમાં રસી આપી. આજે અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઓવર બ્રિજનું એસ.જી. હાઈવેથી ઉદ્ઘાટન કર્યું . જોકે કોરોના ગાઇડલાઈનને લઈને તેમનાં કરાયો હતો જેમાં તેમને કહ્યું કે, રાજ્ય સરકારની ગાઇડલાઈનનો ભંગ ના કરવો જોઈએ. એ રાજકીય પક્ષ હોય કે ધાર્મિક સંગઠન હોય દરેકે કોરોનામાં ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ.

મંત્રી મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી

આ પણ વાંચો : રાજ્ય સરકાર 21 જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરુ કરશે

Last Updated : Jun 21, 2021, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details