ગુજરાત

gujarat

ધોલેરામાં રોકાણ કરનારાઓ ધોવાયા, એરપોર્ટ તો નથી બન્યું પણ બાવળિયા મોટા થયા છે: ધાનાણી

By

Published : Mar 31, 2021, 6:25 PM IST

વિધાનસભામાં ધોલેરાને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો કરાયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ધોલેરામાં રોકાણ કરનારા તમામ લોકો ધોવાયા છે. ત્યાં એરપોર્ટ તો દૂરની વાત છે, હજુ સુધી એરપોર્ટનું પાટિયું પણ નથી મારવામાં આવ્યું. ત્યાં તો માત્ર બાવળીયા ઉભા થયા છે.

એરપોર્ટ તો નથી બન્યું પણ બાવળિયા મોટા થયા છે
એરપોર્ટ તો નથી બન્યું પણ બાવળિયા મોટા થયા છે

  • વિધાનસભામાં ધોલેરાનો મુદ્દો ઉઠ્યો
  • નીતિનભાઈએ કહ્યું સિંગાપુર બનશે
  • 2007 પછી થયેલા કામો અંગે સવાલ કરાયો

ગાંધીનગર: ગૃહમાં ધોલેરાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, સિંગાપુર જેવું ધોલેરા આગામી સમયમાં બનશે. દુનિયામાં ક્યાંય કોઈ પ્રોજેક્ટ ન હોય તેવો પ્રોજેક્ટ અહીં બનાવવામાં આવશે. જેથી પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 2007થી અત્યાર સુધી 15 વર્ષ થયા અને આ 15 વર્ષમાં ક્યા કામો થયા છે, તે હજુ પણ દેખાતાં નથી. નીતિનભાઈએ કહ્યું કે, રાતોરાત કશું કામ ન થાય. તેના માટે થોડી રાહ જોવી પડે. ધોલેરા મુદ્દે સામસામે રજૂઆતો થઇ હતી. જેથી ધોલેરા ગૃહમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વિધાનસભાના અન્ય સમાચાર:

ધાનાણીએ કહ્યું એરપોર્ટનું પાટિયું નહીં બાવળીયા દેખાય છે

નીતિનભાઈએ કહ્યું હતું કે, આગામી સમયમાં એરપોર્ટ વ્યવસ્થા, રેલ્વે, સિક્સ લેન હાઈવે બનાવી રહ્યા છે. જેનો પ્રત્યુત્તર આપતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ત્યાં એરપોર્ટ તો નથી બન્યું, પરંતુ હું જ્યારે ભાવનગર જઉં ત્યારે મને બાવળીયા દેખાય છે. રોકાણકારોની મૂડી પણ ઉપજે તેવું નથી. 15 વર્ષ થયા, પરંતુ આ વર્ષોમાં કેટલાક કામો થવા જોઈએ જે નથી થયા.

9000 કરોડનું કામ ચાલી રહ્યું છે ધોલેરામાં

દુનિયામાં ક્યાંય ન હોય તેવો પ્રોજેક્ટ ધોલેરામાં બનશે. જે 920 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. 22 ગામોનો સમાવેશ કરતા પ્રોજેક્ટનું ક્ષેત્રફળ 422 ચોરસ મીટર હશે. જે એક જિલ્લા જેટલું હશે. તેના થકી હજારો નવી રોજગારી ઊભી થશે. સિમેન્ટના રોડ બનશે, પરંતુ વાર લાગશે.રૂપિયા 9000 કરોડનું કામ ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details