ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

વિદેશથી આવતા લોકોમાં ઓમિક્રોન (Omicron in Gujarat) વેરિયન્ટ સંક્રમણ ફેલાય નહીં તેને લઈને સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ વાયબ્રન્ટ સમિટને એક મહિનાથી વધુ સમય ગાળો બચ્યો છે ત્યારે બહારથી ડેલિગેશન અહીં આવશે અને આપણું ડેલિગેશન પણ વિદેશી કન્ટ્રીમાં પહોંચી રહ્યું છે, ત્યારે તેમના પણ RTPCR રિપોર્ટ કરવામાં આવશે અને SOPનું પાલન કરવાનું રહેશે, પરંતુ વાયબ્રન્ટ સમિટ પર સંક્રમણ ફેલાવાની શકયતા છે કે નહીં, તેને લઈને આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિમાં વાયબ્રન્ટ સમિટને કોઈ વાંધો નહીં આવે.

ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન
ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

By

Published : Dec 5, 2021, 5:34 PM IST

  • RTPCRમાં શંકાસ્પદ આવી રહેલા કેસોના રિપોર્ટ લેબમાં મોકલાયા
  • 1 લાખ જેટલા બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી
  • સમગ્ર વિશ્વમાં ઓમિક્રોની દહેશત વચ્ચે યોજાઈ રહી છે વાયબ્રન્ટ સમીટ

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વાયરસ (Omicron threat in world) ફેલાયો છે, ત્યારે ભારત દેશમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. તેમાં ગુજરાત (Omicron First Case in Jamnagar)માં પણ ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પણ તેના સંક્રમણમાં વધારો થાય તે પ્રકારની દહેશત રહેલી છે. ગુજરાત સરકારે પણ તેને લઈને પૂરતી વ્યવસ્થા કરી છે, જેમાં પૂરતા બેડ, દવા તેમજ હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામ લોકોના RTPCRમાં ક્વોલિટી 25થી વધુ આવે તો જીનોમ સિક્વન્સિંગ (genome sequencing in gujarat) લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વાઇબ્રન્ટ સમિટ પણ યોજાવા જઈ રહી છે, તેને લઈને વિચારણા કરવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે, જે અહીંથી ડેલિગેશન વિદેશમાં જશે તેમનો પણ RTPCR રિપોર્ટ કરવામાં આવશે અને તેમને કવોરન્ટાઈન રહેવું પડશે.

ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

હજુ સુધી ઓમિક્રોનના કારણે એક પણ ડેથ નોંધાયું નથી

આરોગ્યપ્રધાનએ મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, "આગામી સમયમાં વાયબ્રન્ટ ગુજરાત યોજાવા જઇ રહ્યો છે, ત્યારે મને નથી લાગતું કે તેના પર અસર પડશે. કારણ કે આપણે ત્યાં હજુ સુધી કોઈ ગંભીર અસર દેખાતી નથી. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટે દહેશત ફેલાવી છે. પરંતુ હજુ સુધી તેના કારણે એક પણ ડેથ નોંધાયું નથી. જેથી વખતો વખત આ બાબતે સરકાર નિર્ણય લેશે."

મને નથી લાગતું વાયબ્રન્ટમાં કોઈ વાંધો આવે

ઓમિક્રોન વેરિયન્ટના પગલે રાજ્યની હોસ્પિટલમાં આ પ્રમાણે બેડની વ્યવસ્થા

બીજી લહેરની સરખામણીએ રાજ્ય સરકારે બેડની સંખ્યાને વધારી દીધી છે. અત્યારે 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેન્ટિલેટર સાથેના ICU બેડ 6,551, જ્યારે વિધાઉટ વેન્ટિલેટર 6,298, ઓક્સિજન સાથેના 48,744 બેડ, નોન ICU વિધાઉટ ઓક્સિજન 19,763, જ્યારે પીડિયાટ્રિક ICU બેડ વેન્ટીલેટર સાથેના 597 જ્યારે વિધાઉટ વેન્ટીલેટર 1061, ઓક્સિજનના 3219 જ્યારે વિધાઉટ ઓક્સિજન 2342 બેડની વ્યવસ્થા કરાઈ છે.

ઓમિક્રોનના ભય સામે ઇન્જેક્શન અને દવાની વ્યવસ્થા

તેમણે વધુમાં કહ્યું કે "પહેલા કરતા અત્યારે કોરોનાની દવાઓ ઇન્જેક્શન આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. રેમડેસિવિર 3,34,973, લીપોસોમલ એમ્ફિટ b 50ના 71,485, લીયોફિલાઈઝ ઇન્ફોટીસીરીન b લિપિડ 5,943, લીપોસોમલ b 50 mgના 63,460 જ્યારે ટોસિલોઝુમેબના 1400થી વધુ ઇન્જેક્શનનો જથ્થો છે. તેમજ ફેવીપીરાવીર 27,25,794 અને 133 જેટલા RTPCR લેબોરેટરી છે."

હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામનો RTPCR

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ખાસ કરીને ઓમિક્રોનના પ્લાનિંગની વાત કરવામાં આવે તો આપણે ત્યાં હાઈ રિસ્ક દેશોમાંથી આવતા તમામનો RTPCR કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણના પગલે જિલ્લા સ્તરે પણ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છેે."

આ પણ વાંચો:Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ

આ પણ વાંચો:Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી

ABOUT THE AUTHOR

...view details