- 95,000ના આભૂષણોની ચોરી
- સોનાના અને ચાંદીના નાના મોટા આભૂષણોની થઈ ચોરી
- સીસીટીવી સામે આવ્યા હોવાથી જલ્દી ખુલી શકે છે ભેદ
ગાંધીનગર : અંબોડ ગામનું મહાકાળી માતા(Ambod Mahakali temple)નું મંદિર જે મીની પાવાગઢ તરીકે જાણીતું છે. રાત્રિના સમયે તસ્કરોએ મંદિરનું તાળું તોડી 95,000ના આભૂષણોની ચોરી કરી હતી. ચાંદીના આભૂષણો ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારમાં ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરાતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં ચોરીની ઘટના વધી રહી છે. રાત્રીનો લાભ લઇ તસ્કરો ચોરીને અંજામ આપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
અંબોડના મહાકાળી મંદિરમાં આભૂષણોની થઈ ચોરી આ પણ વાંચો- મકનસર ગામે સ્વામિનારાયણ મંદિરમાં કિંમતી આભૂષણોની ચોરી
1 કિલો ચાંદીનું મુખારવિંદ અને ચાંદીનાં નાના મોટા આભૂષણ ચોરાયા
મહાકાળી મંદિર(Mahakali temple)માં તસ્કરોએ એક કિલો ચાંદીનું મુખારવિંદ તેમજ અન્ય ચાંદીના નાના-મોટા આભૂષણ મળી 95,000ની ચોરી કરી હતી. બે ચોરો સીસીટીવીમાં સામે આવ્યા હતા. સાંજના સમયે પૂજારી પૂજા, આરતી કરી ઘરે ગયા, ત્યારે મંદિરમાં કોઈ ના હોવાનો લાભ ઉઠાવી મંદિરનું લોખંડના સળિયાથી તાળું તોડી 1 કિલો ચાંદીનું મુખારવિંદ ઉપરાંત અઢીસો ગ્રામ ચાંદી, સો ગ્રામની સોનાની નથણી, સોનાનો ટીકો મળી 95 હજારની મત્તા ચોરી હતી. સીસીટીવીમાં એક ચોર પહેલા આવે છે અને બીજો ચોર પણ ફૂટેજમાં જોવા મળ્યો છે. જેઓ એક પછી એક આભૂષણો લઈ ફરાર થતા જોવા મળ્યા હતા.
ગાંધીનગરના અંબોડના મહાકાળી મંદિરમાં આભૂષણોની થઈ ચોરી આ પણ વાંચો- સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ
એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડે તપાસ હાથ ધરી
ચોરીની જાણ થયા બાદ મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી ગણ દોડી આવ્યા હતા તેમજ અન્ય ગામના આગેવાનો પણ આવ્યા હતા. ચોરી કરનારને જલ્દી ઝડપી પાડવા તેમને માગણી કરી હતી. જેથી આજે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની ફિંગર પ્રિન્ટના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, સીસીટીવી જોતા ખ્યાલ આવ્યો હતો કે, બે ચોર હતા, પરંતુ ગામલોકોના અંદાજ મુજબ બેથી વધુ ચોરની મદદ લેવામાં આવી હોય તેવું જાણવા મળ્યું હતું.