- ગુજરાતના પ્રોજેકટને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે કરવાની સમીક્ષા
- વર્લ્ડ બેન્ક - AIIBની ઈન્ટરનેશનલ ટીમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક
- મિશન સ્કુલ ઓફ એક્સલન્સ”માં વર્લ્ડ બેન્કે 500 મિલિયન ડોલર ફન્ડિંગ મંજૂર
- વધારાના 250 મિલિયન ડોલર સાથે વર્લ્ડ બેંક કુલ 750 મિલિયન ડોલર આપશે
- સમગ્રતયા 1 બિલીયન ડોલર ફન્ડિંગ વર્લ્ડ બેન્ક - AIIB તરફથી મળશે
- આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણક્ષેત્રે 10 હજાર કરોડ ખર્ચ કરાશે
ગાંધીનગર :સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ (Mission School of Excellence) હાથ ધરવામાં આવેલું છે, આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે.
1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું
વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે, અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે. ઉપરાંત વર્લ્ડ બેન્ક વધારાના 250 મિલિયન ડોલર માટે કાર્યવાહી કરી રહ્યું છે આમ વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર આ પ્રોજેક્ટમાં મળશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. સમગ્રતયા કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક
સમગ્ર દેશનો શિક્ષણક્ષેત્રે સૌથી મોટો પ્રોજેકટ
સમગ્ર દેશમાં કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે, AIIB વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતામાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” પ્રોજેક્ટ બળ પુરુ પાડશે તેમ જણાવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સહાય માટે વર્લ્ડ બેન્ક અને AIIB નો આભાર CM પટેલે વ્યક્ત કર્યો હતો.
કોવિડમાં શિક્ષણની કામગીરી વખાણી વર્લ્ડ બેંકે
વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ કમાલે સીએમ ભૂપેન્દ્ર પટેલને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા ખાસ કરીને કોવીડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે. ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદર્શિત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાંથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. વર્લ્ડ બેંક માટે ગુજરાત ખૂબ મહત્વનું પાર્ટનર છે અને આ પાર્ટનરશીપ વધુ ને વધુ આગળ વધારવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રે ફન્ડિંગ