ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે: લીલાબેન આંકોલિયા - લીલાબેન આંકોલિયા

ગાંધીનગર: દેશમાં અને રાજ્યમાં દિકરીઓ પર શર્મસાર ઘટનાઓ બની રહી છે. દિલ્હીના નિર્ભયા કાંડ બાદ તાજેતરમાં જ હૈદરાબાદમાં ચાર નરાધમો દ્વારા દિકરીને પિંખી નાખવામાં આવી હતી. રાજ્યમાં રાજકોટ, સુરત અને વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે, ત્યારે દીકરીઓને આત્મરક્ષણ માટે તૈયાર રહેવું પડશે. તેઓ એક સંકેત મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા દિકરીઓને આત્મરક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહી છે. મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ કહ્યું કે, રાજ્યને શર્મસાર કરનારી ઘટના અંને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

The Women Commission has called for a report on the rape of various cities
વિવિધ શહેરના દુષ્કર્મની ઘટનામાં મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો

By

Published : Dec 2, 2019, 4:29 PM IST

રાજ્યમાં દિકરીઓ પર છેડછાડ અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં પણ રોડ લુખ્ખાતત્વો દ્વારા એક દિકરીની પજવણી કરવામાં આવી હતી. ઉપરાંત શાળામાં અભ્યાસ કરનાર અનેક દિકરીઓને છેડતી કરવામાં આવતી હોય છે. પરંતુ બદનામ થવાના ડરના કારણે દિકરીઓ આ અંગે ફરિયાદ કરતી નથી કે, ઘરે જાણ પણ કરતી નથી. પરિણામે આ સામાજિક અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. આ દીકરીઓ પોતાનું રક્ષણ જાતે કરે તે માટે મહિલા આયોગ દ્વારા શાળાઓમાં તાલીમ આપવામાં આવી રહી છે.

વિવિધ શહેરના દુષ્કર્મની ઘટનામાં મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ગાંધીનગરમાં આવેલી એક શાળામાં દિકરીઓને આત્મરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ કહ્યું કે, અસુરક્ષિત પરિસ્થિતિઓ અંગે જાગૃતતા વધે ત્યારે દિકરીઓ પર થતાં શારીરિક હુમલાનો સામનો કરવાનું શીખવું પડશે. રાજ્યની પોલીસ સાથે ભાગીદારી કરી ગુજરાતની દિકરીઓમાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તાજેતરમાં ત્રણ મહાનગર સુરત, વડોદરા અને રાજકોટમાં બનેલી બળાત્કારની ઘટનાને લઈને કહ્યું છે. ત્રણેય શહેરના પોલીસ વડા સાથે બેઠક કરવામાં આવી છે અને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details