- 30 એપ્રિલ સુધી વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે
- કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકારનો પરિપત્ર પણ જાહેર કરાયો
- આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ્દ કરાઈ
ગાંધીનગર : કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વેક્સિનની કામગીરીને વધારવા માટે પુરા એપ્રિલ માસ દરમિયાન વેક્સિનેશન પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે. 30 એપ્રિલ સુધી વેક્સિનેશનની આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જારી કરેલા પરિપત્ર પછી રાજ્ય સરકારનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. 30 એપ્રિલ સુધી વેક્સિનની કામગીરી ચાલુ રહેશે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, 40 કેન્દ્ર પર 2500 વોરિયર્સને વેક્સિન અપાઈ
એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે
વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર તમામ જીલ્લા, કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓ માટે કરાયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ્દ કરાઈ છે. જોકે, કોરોનાની મહામારીનેને જોતા આ નિર્ણય લેવાયો છે. 45 વર્ષ પછીની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે એક જ દિવસમાં ગુજરાતમાં 3 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી આવી વાત પણ સામે આવી હતી. પુરા એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં એક સાથે 45 રસીકરણ કેન્દ્રો પર 3,457 લોકોને કોરોનાની રસી અપાઈ
મહાનગર પાલિકામાં વેક્સિનની કામગીરી વધારાશે
કોરોના કેસ સુરત, અમદાવાદ જેવા શહેરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરોમાં આ કામગીરી પૂરજોશમાં ચાલશે. ત્યારે જિલ્લાઓ પણ એટલી જ તકેદારી રખાશે તેવું સી.આર. પાટીલે કહ્યું હતું. ખાસ કરીને સુરતમાં વેક્સિન આપવાનો જથ્થો વધારાયો છે.