ગુજરાત

gujarat

ETV Bharat / city

બીજા વિશ્વ યુદ્ધમાં ખોવાયેલા 400 સૈનિકોના જૂના અવશેષો ભારતમાં તપાસ કરશે અમેરિકા - U.S. Department of Defense

અન્ય દેશોની જેમ અમેરિકાએ પણ બીજા વિશ્વયુદ્ધમાં પોતાના દેશના ઘણા સૈનિકોને ખોયા હતા. જેમાં ભારતમાં તેમના 400 જેટલા સૈનિકો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયા હતા. હવે અમેરિકાએ આ 400 સૈનિકોના અવશેષો શોધવા માટે ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદ લીધી છે. જે ભારત અને ગુજરાતમાં અવશેષો શોધશે.

બીજા વિશ્વ યુદ્ધમાં ખોવાયેલા 400 સૈનિકોના જૂના અવશેષો ભારતમાં તપાસ કરશે અમેરિકા
બીજા વિશ્વ યુદ્ધમાં ખોવાયેલા 400 સૈનિકોના જૂના અવશેષો ભારતમાં તપાસ કરશે અમેરિકા

By

Published : Jun 1, 2021, 6:40 AM IST

  • ગાંધીનગરની NFSU અમેરિકાને મદદ કરશે
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે DPAAએ MOU કર્યા
  • અમેરિકાના 400થી વધુ સૈનિકો હતા

ગાંધીનગર: અમેરિકાના ડિફેન્સ વિભાગે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતમાં ખોવાયેલ તેના 400 સૈનિકોના અવશેષો શોધવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જેના માટે ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University)ની મદદ લીધી છે. જેમાં અમેરિકન સૈનિકોના અવશેષો આજે પણ ભારતમાં છે. તેની ઓળખ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University)અમેરિકાના DPAA સંગઠન સાથે મળીને કરશે.

આ પણ વાંચોઃPLA મ્યાનમારમાં પોતાના સૈનિક મોકલશે?

અમેરિકા અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીએ MOU કર્યા

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, "ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University) સાથે ડિફેન્સ પીઓડબલ્યુ એમઆઈએ એકાઉન્ટિંગ (DPAA) એજન્સી સાથે એક MOU સાઈન કર્યા છે. ડિફેન્સ પીઓડબલ્યુ એમઆઈએ એકાઉન્ટિંગ(DPAA)નું મેઇન મિશન એ છે કે, પાસ્ટમાં જે મોટા વોર થયા છે.

બીજા વિશ્વ યુદ્ધમાં ખોવાયેલા 400 સૈનિકોના જૂના અવશેષો ભારતમાં તપાસ કરશે અમેરિકા

અમેરિકાના જાણીતા નિષ્ણાતોની મદદ પણ લેવાશે

આ વોર દરમિયાન જે સૈનિકો ગુમ થયા છે, તેની તમામ માહિતી એકત્ર કરવામાં આવે. જેથી આઇડેન્ટિફાય કરી તેમના અવશેષો શોધવામાં આવશે." આ ઉપરાંત અમેરિકાના જાણીતા નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે અને તેઓ આગામી સમયમાં જલ્દી જ આ દિશા તરફ કામ કરશે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં જ ગુમ થયા હતા સૈનિકો

અમેરિકાના 400થી વધુ સૈનિકો હતા, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં જ ગુમ થયા હતા. એવા આ સૈનિકોના અવશેષો શોધવા માટે તેનું સંરક્ષણ વિભાગ એક્ટિવ થયું છે. અમેરિકાનું ડીપીએએ (DPAA)સંગઠન એવું સંગઠન છે કે, જે યુદ્ધ દરમિયાન ખોવાયેલા, બંદી બનાવેલા સૈનિકોની તમામ પ્રકારની માહિતી રાખે છે.

આ પણ વાંચોઃનક્સલીઓના કબજામાંથી જવાનને છોડાવવાની જવાબદારી સરકારની છેઃ જવાનનો પરિવાર

અમેરિકાના 80 હજારથી વધુ સૈનિકો ગુમ થયા છે

જો કે, અમેરિકાના 80 હજારથી વધુ સૈનિકો ગુમ થયા છે. જેમાં ભારતમાં 400થી વધુ સૈનિકો ગુમ થયા છે. હવે આ સૈનિકોના એ સમયના અવશેષો શોધવામાં આવશે. જેને લઇને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University) એક્ટીવ રહીને આ દિશા તરફ અમેરિકા સાથે મળીને કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details