સરકાર યુવાનોની સમસ્યાઓનું સમાધાન નહીં લાવે તો સુપર સીએમના કાર્યક્રમને પણ રોકીશું: બેરોજગાર સમિતિ
રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સ્થિતિ દિવસેદિવસે કથળી રહી છે. પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં કોરોના વાયરસના બહાના હેઠળ યુવાનોને નોકરીથી વંચિત રાખવાનો સરકાર દ્વારા કારસો રચવામાં આવ્યો છે. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા યુવાનોની ભરતી કરવામાં આવે અને તેમણે નોકરીના કોલલેટર આપવાની માગ સાથે આજે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાએ કહ્યું કે, જો સમસ્યાનું સમાધાન નહી આવ્યું તો સુપર સીએમ પાટીલના કાર્યક્રમને પણ રગદોળીશું.
સરકાર યુવાનોની સમસ્યાઓનું સમાધાન નહીં લાવે તો સુપર સીએમના કાર્યક્રમને પણ રોકીશું :બેરોજગાર સમિતિ
ગાંધીનગરઃ યુવા શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા 31 ઓગસ્ટ સુધી રાજ્યના ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓને પરીક્ષાઓ પાસ કરી છે. પરંતુ કોલ લેટર આપવામાં આવતા નથી. તેવા ઉમેદવારોને લઈને આંદોલન ચલાવી રહી છે. અત્યાર સુધી અનેક લોકોને આવેદન આપી ચૂકી છે. ત્યારે આજે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને એમ.એલ.એ ક્વોટર્સમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યને ઉમેદવારો નોકરીથી વંચિત ન રહી જાય તે માટે સરકારમાં રજૂઆત કરવા માટે પણ જણાવાયું હતું.