- ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ રહ્યાં ઉપસ્થિત
- કુલ 265 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
- રાષ્ટ્રપતિ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યાં
- રાષ્ટ્રપતિએ મહાન વ્યક્તિત્વમાથી પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો
ગાંધીનગરઃ શહેરના મહાત્મા મંદિર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ વિષયોમાં 265 જેટલા વિદ્યાર્થીઓએ પદવી ગ્રહણ કરી હતી. પદવીદાનના મુખ્ય અતિથિ તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યાં હતા. જેમણે ગુજરાતને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરાજી દેસાઇ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધરતી ગણાવીને મહાન વ્યક્તિત્વમાથી પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.