- રેમડેસીવીરથી હોસ્પિટલના સ્ટેનો સમય ઘટાડી શકાય છે
- બીજી લહેર ઓછી થતાં નિયમોનું પાલન તો કરવું પડશે
- ત્રીજી લહેર પહેલા સરકારે કરી તૈયારીઓ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર જો આવે તો તેની શરૂઆતથી જ ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ માટે તજજ્ઞો અને ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી. જે બાદ ટાસ્ક ફોર્સ દ્વારા મીડિયા સમક્ષ કોરોનાને લગતી કેટલીક જરૂરી બાબતો શેર કરવામાં આવી હતી. જેમાં ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે મીડિયા સમક્ષ જરૂરી વાત જણાવી.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે
20 ટકાને જ સારવારની મોટી જરૂર હોય છે
ડૉ. અતુલ પટેલે મેડિટેશન અને ફંગશ, મ્યુકરમાઈકોસિસ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, ટેસ્ટ પોઝિટિવ આવતા લોકો ઘણી દવાનો આગ્રહ રાખે છે પરંતુ યંગ છે, કોમોરબિટ છે તેમને વધુ દવાઓનો આગ્રહ ન રાખવો, 80 ટકા આરામ, હાઇડ્રેશન કરશો અને ડોલો, પેરાસિટમલ જેવી દવાઓથી પણ સાજા થઈ શકે છે. રેમડેસીવીર મામલે એક પણ સ્ટડીમાં એવું પૂરવાર નથી થયું કે દર્દીનો જીવ બચ્યો છે પરંતુ હોસ્પિટલ સ્ટે ઘટે છે. ઓક્સિજનની જરૂર છે તેવા દર્દીને આપવામાં આવે તે જરૂરી છે. રેમડેસીવીર ઇન્જેક્શનના લીધા હોય તેમને પણ સ્ટડી થયા છે તે મુજબ મૃત્યુ બન્નેમાં સરખા થયા છે.
શરૂઆતમાં સ્ટીરોઇડ એ મ્યુકરમાઈકોસીસ થવાનું કારણ છે
સ્ટીરોઇડને ટાળવી જોઈએ, નેચરલ કોર્સના સમયે શરૂઆતમાં આપશો તો નેચરલ કોર્ષ ઓલ્ટર થશે અને બીજી સમસ્યા ઉભી થશે. સ્ટીરોઇડ એ મ્યુકરમાઈકોસીસ થવાનું કારણ છે. જેમને બીજી બીમારી છે તેમને 2020માં આ રોગ થતો જ હતો. અત્યારે ડાયાબિટીસ, વાઇરસ વગેરેના કારણે થાય છે.