ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા પ્રધાન આજે મંડળની શપથ વિધિ યોજાઈ શકે તેવી શક્યતા - Oath ceremony

રવિવારે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને પ્રધાન મંડળનો શપથ સમારોહ ગુરુવારે યોજાવવાનો હતો પણ આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવમાં આવતા આજે શપથ વિધી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આજે નવા પ્રધાન મંડળની શપથ વિધિ યોજાઈ શકે તેવી શક્યતા
આજે નવા પ્રધાન મંડળની શપથ વિધિ યોજાઈ શકે તેવી શક્યતા

By

Published : Sep 15, 2021, 9:58 AM IST

Updated : Sep 15, 2021, 12:36 PM IST

  • આજે પ્રધાન મંડળ શપથ લે તેવી શક્યતા
  • તમામ ધારાસભ્ય ગાંધીનગરને બોલવવામાં આવ્યા
  • હજુ સુધી કોઈ આધિકારીક જાણકારી આપવામાં નથી આવી

ગાંધીનગર : ગત રવિવારે (12 સપ્ટેમ્બર) રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા અને આવતી કાલે ( ગુરુવારે) નવા પ્રધાન મંડળનો શપથ સમારોહ યોજાવાનું છે પણ નવા પ્રધાન આજે 2 કલાકે નવા પ્રધાનો શપથ લે તેવી શક્યતાઓ છે.

MLAને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

ભાજપ દ્વારા તાત્કાલિક ધોરણે ધારાસભ્યોને ફોન કરીને ગાંધીનગર આવા ફરમાન આપવામાં આવ્યું છે. આજ સાંજ સુધીમાં ભૂપેન્દ્ર પટેલ નું મંત્રીમંડળ સત્તાવાર રીતે બની જશે તેવી શક્યતાઓ છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવતા ચર્ચાનું બજાર ગરમ છે.

GAD, પ્રોટોકોલ વિભાગને કોઈ જાણકારી નથી આપવામાં આવી

શપથગ્રહણને લઈને GAD, પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના હજી સુધી આપવામાં આવી નથી. જો કોઇ સમારોહ યોજાય તો આ વિભાગને પહેલા વ્યવસ્થા માટે જાણ કરવામાં આવે છે. જેના કારણે શપથગ્રહણ ક્યારે યોજાશે, આજે કે આવતીકાલે ગુરૂવારે યોજાશે તેને લઈને અસમંજસ યથાવત છે.

Last Updated : Sep 15, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details