- ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે
- રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો ચોથો IITEનો પદવીદાન
- જીતુ વાઘાણીએ કર્યું ઉદબોધન
- 725 વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી
ગાંધીનગર : IITEના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન (education minister of gujarat) જીતુ વાઘાણી, પ્રધાન એવા કુબેર ડિંડોર તેમજ વિવિધ અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન 220 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. Bedની એક જ વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે
જીતુ વાઘાણીએ કહ્યું કે, ડાંગ જિલ્લાને આવતીકાલે પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે માટે આગામી સમયમાં ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય (farming will be added in Std. 9th to 11th ) ઉમેરાશે. જેને લઇને શિક્ષણ વિભાગે મંજૂરી પણ આપી દીધી છે. રાજ્યમાં અલગ પ્રોફેશનલ કોર્સ જેવા કે, બ્યુટી વેલનેસ, ટુરિઝમ એન્ડ હોસ્પાટીલિટી, એગ્રિકલ્ચર સહિતના 7 કોર્સ થકી રોજગારીની તકો આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી (The subject of natural farming) સંશોધનમાં સહાય આપવામાં આવશે. તેવી જાહેરાત જીતુ વાઘાણી (jitu vaghani announcement )એ કરી હતી.
જીવનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનો સમય હવે શરૂ થયો