ગુજરાત

gujarat

ETV Bharat / city

મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે - એમડીએમ યોજના

રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96 હજાર કર્મચારીઓને જૂન મહિનાથી શરૂ થતી શાળાઓ બંધ હોવાના કારણે હવે વેતન મળી શકે તેવી સ્થિતિ ન હતી. પરંતુ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત લઈને હવે જ્યાં સુધી શાળાઓ શરૂ નહીં થાય ત્યાં સુધી સરકાર દ્વારા પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે
મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે

By

Published : Jun 11, 2020, 3:19 PM IST

ગાંધીનગરઃ રાજ્યની 28 હજાર સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં 11 માસના કરાર આધારિત રિન્યુએબલ કર્મીઓ, વેકેશન બાદ નિયમોનુસાર પુનઃ નિયુક્તિ પામે છે. પરતું છેલ્લાં 3 માસના લૉકડાઉનમાં રાજ્યની શાળાઓ બંધ છે. વેકેશન ખુલી ગયું અને ઓનલાઈન અભ્યાસ સંદર્ભે શાળામાં બાળકોને બોલાવવા ન હોવાથી મધ્યાહન ભોજન પણ બંધ રહે છે. આ પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા 4 જૂનના રોજ પરિપત્ર કરી એમડીએમના 96,000 કર્મીઓની પુનઃ નિયુક્તિ ઉપર રોક લગાવી હતી. 96,000 કર્મીઓમાં 67 હજાર વિધવાઓ, ત્યકતા બહેનો સહિતના કર્મીઓના વેતન માટે બજેટમાં પ્રાવધાન છતાં વેતન મળવા માટે અનિશ્ચિતતાની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી.

મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે
મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, લૉકડાઉનના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તમામ લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે નાના કર્મચારીઓને વધુ મુશ્કેલી વેઠવી પડી રહી છે. મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ફરજ બજાવતાં કર્મચારીઓને જૂનથી નોકરી ચાલુ થશે કે, કેમ તેની ચિંતા સતાવતી હતી. શાળા ક્યારે ખુલશે તે કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી, તેવા સમયે આ કર્મચારીઓ તણાવ અનુભવી રહ્યાં હતાં. હજારો કર્મીઓ માટે હકારાત્મક નિર્ણય લેવા સરકારને રજૂઆત કરી હતી. જેને લઇને રાજય સરકાર દ્વારા માત્ર 3 દિવસમાં જ ફાઈલને મંજૂરી આપવામાં આવતાં રાજયના 96,000 મધ્યાહ્ન ભોજન યોજના કર્મીઓને લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details