- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
- હવે ડી.જે અને મ્યુઝિક પાર્ટીને આપવામાં આવશે પરવાન
- મુખ્યપ્રધાન રૂપાણીએ ગૃહવિભાગ ને આપી સૂચના
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે (બુધવાર) મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે ડીજે પાર્ટી અને મ્યુઝિક પાર્ટી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ કલાકારો અને મ્યુઝિક સિંગરની હાલત કફોડી બની છે. આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ડીજે પાર્ટી અને મ્યુઝિક બેન્ડ સિસ્ટમને પરવાનગી આપવાની સૂચના ગૃહવિભાગને આપી હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ છે.
ગુજરાતમાં અત્યાર સુધી ડી.જે. પાર્ટી પર હતો પ્રતિબંધ
અનલોક થયા પછી પણ સરકારના ગૃહ વિભાગ દ્વારા ડીજે પાર્ટી પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો હતો જે આજ દિન સુધી પ્રતિબંધ યથાવત્ હતો પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ડીજે પાર્ટી એસોસિએશન અને મ્યુઝિક કલાકાર એસોસિએશન તરફથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અગાઉ પણ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે આજે કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ડીજે પાર્ટી મ્યુઝિક પાર્ટી કરવાની સૂચનાઓ આપી છે, જ્યારે ગૃહવિભાગને સત્તાવાર નોટિફિકેશન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી