- છેલ્લા 24 કલાકમાં 42 લોકો સ્વસ્થ થયા
- રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રવિવારે રાજ્યમાં 30 કેસ સામે આવ્યાં છે. આ જ સ્થિતિ રહી તો બની શકે છે કે આગામી સમયમાં 10 કે 20 કેસ જ નોંધાય. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.
રાજ્યમાં એક્ટિવ કેસ 330 જ્યારે 325 સ્ટેબલ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ કુલ 330 એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 325 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,076 દર્દીના સારવાર દરમિયાન મોત નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,307 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.
3,22,664 લોકોને વેક્સિન આપવામાં આવી
હેલ્થ વિભાગની યાદી જોવા જઈએ તો રાજ્યમાં આજે 25 જુલાઈના રોજ 3,22,664 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. આજે ખાસ કરીને વેપારીઓ માટે વેક્સિન કેમ્પ રાજ્યભરમાં યોજવામાં આવ્યા હતા. વેપારીઓએ 31 જુલાઈ પહેલા વેક્સિન ફરજિયાત લેવી જરૂરી છે. જે હેતુથી આ આયોજન કરાયું હતું. આ ઉપરાંત 18 થી વધુ ઉંમરના 19,093ને પ્રથમ ડોઝ જ્યારે સેકન્ડ ડોઝ લેનારની સંખ્યા 17203 પર રહી હતી. આ ઉપરાંત હેલ્થ વર્કર, 45થી વધુ વયના લોકોને પણ રસી અપાઈ હતી. અત્યાર સુધી કુલ 3,16,30,281 લોકોને વેક્સિન અપાઈ છે.