- છેલ્લા 24 કલાકમાં 22 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 5, વડોદરા -1, સુરતમાં 4 અને રાજકોટ 00 કેસ નોંધાયા
- રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. 6 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 2,96,273 નાગરિકોનું રસીકરણ