ગુજરાત

gujarat

ETV Bharat / city

26 જાન્યુઆરીના રાજયકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો, જિલ્લામાં 400 અને તાલુકામાં 250 વ્યક્તિઓ હાજર રહી શકશે - સીએમઓ ગુજરાત

કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન 15મી ઓગસ્ટની રાજ્ય સરકારે ઉજવણી કરી હતી ત્યારે હવે 26 મી જાન્યુઆરીની ઉજવણી કરવા માટે પણ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ફક્ત 1000 લોકોને જ આમંત્રિત કરી શકાશે જ્યારે જિલ્લા કક્ષાએ 400 લોકો અને તાલુકા કક્ષાએ 250 લોકો છે કાર્યક્રમમાં હાજર રહી શકશે.

26 જાન્યુઆરીના રાજયકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો, જિલ્લામાં 400 અને તાલુકામાં 250 વ્યક્તિ હાજર રહી શકશે
26 જાન્યુઆરીના રાજયકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો, જિલ્લામાં 400 અને તાલુકામાં 250 વ્યક્તિ હાજર રહી શકશે

By

Published : Jan 19, 2021, 4:30 PM IST

  • 26 જાન્યુઆરીની ઉજવણી માટે રાજ્ય સરકારની જાહેરાત
  • રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
  • રાજયકક્ષાના કાર્યક્રમમાં 1000 વ્યક્તિ જ રહી શકશે હાજર
  • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર ઉપયોગ ફરજિયાત

ગાંધીનગરઃ 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીની વાત કરવામાં આવે તો દાહોદ ખાતે 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. દાહોદ ખાતે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ દાહોદ ખાતે 26 મી જાન્યુઆરીની ઉજવણી કરશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બરોડામાં અને મહેસૂલપ્રધાન કૌશિક પટેલ ગાંધીનગરમાં હાજર રહેશે.

ગાઈડલાઈન્સનું ફરજિયાતપણે પાલન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પણ 26મી જાન્યુઆરીની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રાખવાનું પરિપત્રમાં જણાવ્યું છે. આ સાથે જ કાર્યક્રમમાં સોશિયલ અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ ફરજિયાત રીતે કરવાની સૂચના આપવામાં આવી છે. આમ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારની ગાઈડલાઇન્સનું અનુકરણ કરવામાં આવશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને ખાસ તૈયાર કરવામાં આવી છે. જે તમામ જિલ્લા કલેક્ટરોને મોકલીને એસઓપી પ્રમાણેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. આમ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં 400 અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ફકત 250 વ્યક્તિ જ કાર્યક્રમમાં હાજર રહી શકશે.

ABOUT THE AUTHOR

...view details